International

અમેરીકામાં કોરોનાથી એક વ્યક્તિનું પ્રાઈવેટ પાર્ટ ફાટી ગયું

અમેરિકા
અમેરિકામાં કોરોનાથી પીડિત વ્યક્તિ સાથે જે બન્યું તે ખરેખર ચોંકાવનારું છે. આ ૭૨ વષના વ્યક્તિ લાંબા સમય સુધી ચેપગ્રસ્ત રહ્યા અને જ્યારે તે સ્વસ્થ થયા ત્યારે તેને ખૂબ જ દુર્લભ આડઅસરનો સામનો કરવો પડ્યો. આપને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ ઓમિક્રોનનું નવું સ્વરૂપ ઝડપથી ફેલાઈ રહ્યું છે. યુરોલોજી કેસ સ્ટડીઝ દ્વારા પ્રકાશિત તારણો અનુસાર અમેરિકામાં રહેતા એક વ્યક્તિએ કોરોનામાંથી સાજા થયા પછી અંડકોષની ઉપરની ચામડી પર ચાંદા પડ્યા હતા. ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટની ત્વચા ફાટી ગઈ હતી. જેના કારણે વ્યક્તિના અંડકોષ પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. કોવિડને હરાવનાર આ વ્યક્તિમાં પાયોડર્મા ગેંગરેનોસમ મળી આવ્યો હતો જેનાથી એક દર્દનાક સ્થિતિ ઉભી થાય છે. તેના લીધે તેની ત્વચા પર મોટા અલ્સર થઈ ગયા. વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે સ્કિન અલ્સરથી તેના અંડકોષની બહારની ત્વચા સંપૂર્ણપણે નાશ પામી. નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટી કોલેજ ઓફ એલોપેથિક મેડિસિનના મુખ્ય લેખક મશુતા હસન કહે છે કે કોરોનાથી આવા ઘણા કેસ નોંધાયા છે, જે ત્વચાની સમસ્યાઓ અને પ્રણાલીગત સોજા સંબંધિત વિકાર હોય છે, આવા ઘણા કેસ સામે આવ્યા છે. માશુતા હસને કહ્યું કે અમને ખબર પડી છે કે કોવિડ ઇન્ફેક્શન પછી પાયોડર્મા ગેંગરેનોસમ વિકસી રહ્યો છે અને પછી તેમાંથી પેદા થતા ય્ીહૈંટ્ઠઙ્મ ેંઙ્મષ્ઠીજિ ની ખબર પડે છે. દર્દીના અંડકોષની બહારની ત્વચા સંપૂર્ણપણે ખરાબ થઇ ગઇ હતી, તેના લીધે તેમના અંડકોષને પણ નુકસાન થયું હતું. જાે કે લાંબી સારવાર બાદ ડોકટરોએ તેના અંડકોષના ઘાને સંપૂર્ણ રીતે સાજા કરી દીધા છે. હવે તેમને ટોયલેટ જવામાં પણ કોઈ સમસ્યા થઈ રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *