International

આફ્રીકી દેશ તાંજાનિયામાં પેસેન્જર વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં જાનહાનીની છે આશંકા!

તાંજનિયા
આફ્રીકી દેશ તંજાનીયામાં એક પેસેંજર વિમાન તળાવમાં ક્રેશ થઈ ગયું છે. યાત્રીઓને જાનહાનિ થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સમાચાર એજન્સી સી.એન.એનના અહેવાલ અનુસાર આ ઘટના બાદ હવે રાહત અને બચાવ કરી શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ વિમાન એક પેસેંજર વિમાન હતું કે પ્રિસીજન કંપનીનું હતું અને કંપનીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ એક કમર્શિયલ ફ્લાઇટ હતી. આ ફ્લાઇટ લેક વિકટોરિયામાં ક્રેશ થઈ ગઈ હતી. પ્રિસીજનના એર પ્રવકતાએ જણાવ્યુ હતું કે પ્લેન બૂકોબા એરપોર્ટ સાથે આફ્રિકના સૌથી મોટા તળાવમાં ક્રેશ થઈ ગયું હતું. આ લેકનું નામ વિકટોરિયા લેક છે. ઉલ્લેખનીય છે કે પ્રિસીજન તંજાનિયન એરલાઇન કંપનીનું નામ છે. પ્લેનમાં ૪૯ લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેમથી ૨૩ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યુ હતું કે યાત્રી વિમાન ખરાબ હવામાનના કારણે રવિવારે વિકટોરિયા તળાવમાં તૂટી પડ્યું હતું. પ્લેન ઉત્તર પશ્ચિમી શહેર બૂકોવામાં લેન્ડ કરવાનું હતું. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ સાથે જ રેસક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાહત અને બચાવ કાર્યમાં જાેડાઈ ટિમ તાંજાનીયામાં ચાલી રહેલ રેસ્ક્યુ ઓપરેશન વિશે ટિ્‌વટ કરતા બી.એન.ઓ ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયોમાં પ્લેન તરતુ દેખાઈ રહ્યું છે.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *