International

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સિવર અને કૈથરીન બ્રંટે કર્યા લગ્ન

ઈંગ્લેન્ડ
સિવર અને બ્રંટ ક્રિકેટની દુનિયામાં લગ્ન કરનાર પ્રથમ કપલ (સમાન-લિંગ) નથી, આ પહેલા ન્યૂઝીલેન્ડની એમી સૈટરથવેટ અને લી તાહુહૂની સાથે-સાથે આફ્રિકાની મારિઝેન કપ અને ડેન વૈન નીકેર પણ લગ્ન કરી ચુક્યા છે. સિવર અને બ્રંટ ઈંગ્લેન્ડ મહિલા ટીમની મહત્વની સભ્ય છે. આ કપલે ઓક્ટોબર ૨૦૧૯માં સગાઈ કરી હતી અને લગ્ન માટે સપ્ટેમ્બર ૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે બંનેએ મેરેજ સ્થગિત કર્યા હતા. બ્રંટ અને સિવરે ૨૦૧૮માં લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો અને હવે ચાર વર્ષ બાદ લગ્ન કરી બંને ખુશ જાેવા મળી રહ્યાં છે. બ્રંટ અને સિવર આઈસીસી મહિલા વિશ્વકપ ૨૦૨૨માં પણ ઈંગ્લેન્ડની ટીમમાં હતા. સિવરે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી બે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની નજર હવે આઈસીસી મહિલા ટી૨૦ વિશ્વકપ પર હશે જે આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાશે. ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર નેટ સિવર અને કૈથરીન બ્રંટ આખરે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ રવિવારે લગ્ન કરી લીધા છે. આ બંને ખેલાડી ૨૦૧૭માં ઈંગ્લેન્ડ મહિલા વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ બતી. ૨૦૧૭-૨૦૧૮માં આ કપલે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી, અને બંને ૨૦૨૦માં લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે બંનેના મેરેજ થઈ શક્યા નહીં.

Ingland-Sport-Englands-female-cricketer-Sewer-and-Catherine-Brunt-are-married.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *