કુવેત
અત્યાર સુધીમાં ૧૩,૦૦૦ મહિલાઓએ સેનામાં ભરતી માટે અરજી કરી છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. સેનામાં ભરતી થવા માટે યુનિવર્સિટી ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન યોગ્યતા રાખવામાં આવી છે. ૧૮ થી ૨૬ વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે. કેટલાક લોકો સરકારના આ ર્નિણયનો વિરોધ પણ કરી રહ્યા છે. જાે કે તેઓ ખુલીને સામે નથી આવી રહ્યા. એમનો તર્ક છે કે આ કુવૈતની ઈસ્લામિક સંસ્કૃતિની વિરુદ્ધ છે. પરંતુ આ કોઈ ઇસ્લામિક દેશમાં આ પ્રકારનો પહેલો ર્નિણય નથી. આ પગલું સાઉદી અરેબિયાના આવા જ ર્નિણય બાદ લેવામાં આવ્યું છે, જેના હેઠળ સેનામાં એક પોર્ટલ દ્વારા પુરૂષ અને મહિલાઓ બંનેને રજિસ્ટર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાના સૈન્યમાં મહિલાઓને સૈનિકથી સાર્જન્ટ સુધીના રેન્ક આપવાની મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયામાં રોયલ સાઉદી અરેબિયન ડિફેન્સ, રોયલ સાઉદી નેવી, મેડિકલ સર્વિસ ઑફ આર્મ ફોર્સિસ અને સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સમાં મહિલાઓને સામેલ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે.ર અગાઉ ૨૦૦૫માં કુવૈતમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. કુવૈતમાં મહિલાઓ ૨૦૦૧થી પોલીસમાં કામ કરી રહી છે. આ જ ક્ષમતાઓને જાેતા હવે તેમને સૈન્યમાં પણ સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. આજે કુવૈતની સંસદ અને મંત્રીમંડળ બંનેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. જાે કે, તે માન્યતા છે કે ગલ્ફ દેશોમાં હજુ પણ મહિલા અધિકારોને લગતા ઘણા પડકારો છે.ઈસ્લામિક સંસ્કૃતિમાં મહિલાઓને એટલી આઝાદી નથી જેટલી અન્ય ધર્મોમાં છે, પરંતુ હવે આ પરંપરા તૂટવા જઈ રહી છે. કુવૈત સરકારે સેનામાં મહિલાઓની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગયા વર્ષે ૧૨ ઓક્ટોબરે સરકારે ર્નિણય લીધો હતો કે દેશની ત્રણેય સેનાઓમાં મહિલાઓને કમિશન આપવામાં આવશે. જાે કે, સરકારે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તે નોન-કોમ્બેટ પ્રવેશ હશે કે મહિલાઓને યુદ્ધ મોરચે પણ તૈનાત કરવામાં આવશે.