કેનેડા
કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ દેશની સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિરોધીઓ વિરુદ્ધ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આનાથી માત્ર વિરોધ પક્ષો જ નહીં પરંતુ તેમની પોતાની લિબરલ પાર્ટીના સાંસદો પણ નારાજ થયા અને તેમના રાજીનામાની માંગણી કરવા લાગ્યા. હવે વિરોધીઓએ કહ્યું છે કે ટ્રૂડોનું નિવેદન વાહિયાત છે અને પ્રણ લીધું છે કે જ્યાં સુધી ટ્રૂડો રાજીનામું નહીં આપે અને માસ્ક અને રસી ફરજિયાત બનાવવાના ર્નિણયને પાછો ખેંચી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઓટાવા શહેરમાં આ જ રીતે ટકીને રહેશે અને આંદોલન કરશે. વિરોધી જેરી ઇગલ્સે કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે ટ્રૂડો હવે કેનેડિયન લોકોના સંપર્કથી દૂર થઈ ગયા છે. તે અમારા નેતા બનવાને પણ હકદાર નથી. કારણ કે ટ્રૂડોએ અમને નાઝી કહ્યા અને અહીં ઘણા બધા બાળકો છે. લોકો વડાપ્રધાન પર હસી રહ્યા છે. અન્ય એક વિરોધી મર્સીએ કહ્યું, ‘ટ્રૂડો જુઠ્ઠા છે અને આઈસ્ક્રીમ વેચવા માટે લાયક નથી.’ જણાવી દઈએ કે જસ્ટિન ટ્રૂડો કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન પિયર ટ્રૂડોના પુત્ર છે. ટ્રક ડ્રાઈવરોના પ્રદર્શનને કારણે કેનેડા-યુએસ બોર્ડર પર વેપાર ઠપ્પ થઈ ગયો છે. આ વિરોધને કચડી નાખવા માટે હવે અમેરિકા અને કેનેડા બંનેના વહીવટીતંત્ર પર દબાણ વધી રહ્યું છે. મિશિગનના ગવર્નર ગ્રેચેન વિટમરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘મારો સંદેશ સ્પષ્ટ છે. રસ્તાઓ પર વાહનવ્યવહાર પાછો લાવવો જાેઈએ.’ બીજી તરફ, કેનેડામાં શરૂ થયેલ ટ્રક ડ્રાઈવરોનું પ્રદર્શન વિશ્વના ઘણા ભાગોમાં ફેલાઈ ગયું છે. આ બધા જ કોરોના રસી ફરજિયાત બનાવવાનો વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શનો કેનેડા ઉપરાંત યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફ્રાન્સમાં શરૂ થઈ ચુક્યા છે.ભારતમાં ખેડૂતોના મુદ્દે જ્ઞાન આપનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સત્તા પર પકડ ઢીલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેનેડાની રાજધાની ઓટાવામાં પ્રદર્શન કરી રહેલા ૫૦ હજાર વિરોધીઓએ પ્રણ લીધું છે કે તેઓ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખશે. તેમણે કહ્યું કે જસ્ટિન ટ્રૂડોએ જવું જ પડશે. અગાઉ ટ્રૂડોએ વિરોધીઓને ‘મુઠ્ઠીભર બૂમો પાડનારા’ અને ‘સ્વસ્તિક લહેરાવનાર’ તરીકે ગણાવ્યા હતા.
