કેનેડા
સુરક્ષાની ચિંતાઓને કારણે ટ્રૂડોને એક દિવસ પહેલા ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરેલા લોકોની સંખ્યા ૫૦,૦૦૦થી વધુ હોવાનું કહેવાય છે. જેમાં મોટાભાગના ટ્રક ડ્રાઈવરો છે. ઓટાવા પોલીસનું કહેવું છે કે દેખાવો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે, તેથી કોઈની વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. સમગ્ર કેનેડામાં લગભગ એક અઠવાડિયાના ડ્રાઈવિંગ પછી, ટ્રક ડ્રાઈવરો રાજધાનીમાં આવવાનું શરૂ કર્યું. યુએસ-કેનેડા સરહદે મુસાફરી કરતા ટ્રક ડ્રાઈવરો માટે કોવિડ-૧૯ રસી આપવાના આદેશના વિરોધમાં ‘ફ્રીડમ કોન્વોય’ શરૂ થયો હતો. સરકારના આદેશ મુજબ ૧૫ જાન્યુઆરીથી ટ્રક ચાલકોએ સરહદ પાર કરવા માટે રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે. રસી વિનાના ટ્રક ડ્રાઈવરોને અમેરિકાથી પરત ફરતી વખતે થવું પડશે અને કોવિડ-૧૯ માટે ટેસ્ટ પણ કરાવવો પડશે. ટ્રક ડ્રાઈવરો માટે પણ આવો જ નિયમ યુએસમાં ૨૨ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમોના કારણે બંને દેશોમાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રૂડોએ સોમવારે વિરોધ વચ્ચે જણાવ્યું હતું કે મોટાભાગના કેનેડિયન ટ્રક ડ્રાઇવરોને રસી આપવામાં આવી હતી. દેશના લગભગ ૯૦ ટકા ટ્રક ડ્રાઈવરોએ આ રસી લીધી છે.કેનેડાની રાજધાની ઓટાવામાં હજારો લોકોએ રસીકરણને ફરજિયાત બનાવવા અને કોવિડ -૧૯ પ્રતિબંધો સામે વિરોધ કર્યો. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ કોવિડ પ્રતિબંધોની તુલના ફાસીવાદ સાથે કરી હતી, ઘણા વિરોધીઓએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની તીવ્ર ટીકા કરી, તેમને નિશાન બનાવ્યા. આ દરમિયાન લોકોના હાથમાં બેનરો હતા, જેના પર વડાપ્રધાન માટે અભદ્ર અપશબ્દો લખવામાં આવ્યા હતા. મોન્ટ્રીયલના ડેવિડ સાન્તોસે કહ્યું કે, તેઓ માને છે કે રસીકરણને ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ સરકાર દ્વારા ‘વસ્તુઓને નિયંત્રિત કરવા’ માટેની યુક્તિ છે. વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પ્રતિબંધો પાછા ખેંચી લેવા અને રસીકરણને ફરજિયાત બનાવવાના ર્નિણય અને વડાપ્રધાન ટ્રૂડોના રાજીનામાની હાકલ કરી હતી. વિરોધ કરનારાઓમાં મોટાભાગના ટ્રક ડ્રાઇવરો છે, જેમના માટે રસી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ટ્રૂડો અને તેમના પરિવારને તેમના ઓટાવાના ઘરેથી ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.


