International

કોઈ ચીની અધિકારી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો નથી ઃ પેંગ શુઆઈ

ચીન
હવે લાંબા સમય બાદ પેંગ શુઆઈ સામે આવીને આ સમગ્ર મામલાની સત્યતા જણાવી છે. તેણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચ સાથે ડિનર લીધું હતું. તે ચીન અને નોર્વે વચ્ચેની કર્લિંગ મેચનો પણ ભાગ બની હતી. હાલમાં ચીનમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે, પેંગે લી અક્વિપ અખબારને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેના ગુમ થવા અંગે પણ વાત કરી હતી. અખબારને પહેલાથી જ તમામ પ્રશ્નો પેંગને આપવાનું કહેવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યુ દરમિયાન ચીન ઓલિમ્પિક કમિટીના એક સભ્ય ત્યાં હાજર હતા, પેંગને પૂછવામાં આવ્યું કે નવેમ્બરમાં તેણે ચીનના ટિ્‌વટર પર વેઇબો નામની એક પોસ્ટ કરી હતી જેમાં તેણે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાનાં ઝાંગ ગાઓલી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન પેંગે તેને પાયાવિહોણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘મેં ક્યારેય નથી કહ્યું કે કોઈએ મારી સાથે યૌન શોષણ કર્યું છે. પેંગ શુઆઇ એ ભૂતપૂર્વ વિશ્વ નંબર ૧ ડબલ્સ ટેનિસ ખેલાડી છે. પેંગના ગાયબ થયા પછી, ઉ્‌છએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું. ડિસેમ્બર મહિનામાં ઉ્‌છ (મહિલા ટેનિસ એસોસિએશન)ના પ્રમુખ સ્ટીવ સિમોને ચીન સાથેના તમામ વ્યાપારી સંબંધો ખતમ કરવાની ધમકી આપી હતી. આ પછી સ્ટીવે પોતાના નિવેદનમાં કહ્યું, ‘તે શુઆઈની સુરક્ષા માટે લાખો ડોલરનું નુકસાન સહન કરવા પણ તૈયાર છે.’ તેણે કહ્યું, ‘મહિલાઓનું સન્માન થવું જાેઈએ, અત્યાચાર નહીં.

Tennis-Player-Peng-Shuai.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *