ક્યુબા
ક્યૂબાના મતાજાંસ શહેરમાં આવેલ ઓઈલની વખારમાં વીજળી પડવાથી ૮૦ લોકો ઘાયલ થયા છે જ્યારે ૧૭ લોકો લાપતા છે. આગ એટલી વિકરાટ હતી કે અગ્નિશામક અધિકારીઓ માટે તેના પર કાબૂ મેળવવો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઉર્જા અને ખનન મંત્રીએ જણાવ્યું કે ફાયર ફાઈટર્સ આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલે અમે આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સ પાસેથી મદદ માંગી છે, અમે આ ક્ષેત્રે અનુભવ હોય તેવા મિત્ર દેશો પાસેથી પણ મદદ માંગી છે. સ્થાનિક મીડિયા મુજબ ઓઈલના ટેન્કર પર વીજળી પડી હતી, જે બાદ અહીં આગ લાગી ગઈ અને ક્ષણભરમાં તેજીથી આગ ફેલાઈ ગઈ. આગ ઓલવવા માટે સેનાના હેલીકોપ્ટરને પણ અહીં બોલાવવામાં આવ્યા છે જેની મદદથી ટેન્ક પર પાણી નાખવામાં આવ્યું છે. આગ એટલી વિકરાટ હતી કે આકાશમાં કાળો ધૂમાડો દૂર દૂરથી દેખાઈ રહ્યો છે. હવાનાથી ૧૦૦ કિમી દૂર સુધી આગ જાેવા મળી રહી છે. આગ ઓલવવા માટે મોટા સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગ્નિશામકના કર્મચારીઓ આગને આગળ વધતી રોકવા માટે સંભવ તમામ કોશિશ કરી રહ્યા છે. પ્રાંતીય સરકાર તરફથી ફેસબુક પેજ પર આ વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે ૭૭ લોકો આ આગમાં ઘાયલ થઈ ગયા છે જ્યારે ૧૭ લોકો હજી પણ લાપતા છે. પ્રેસિડેંસી ઑફ રિપબ્લિકનું કહેવું છે કે ૧૭ ફાયર ફાઈટર્સ આ આગને ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. આગમાં ઘાયલ થયેલા ૭ લોકોને કૈલિક્સ્ટો ગાર્સિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાે કે હાલાત હજી ઠીક નથી, પરંતુ કેટલું ઓઈલ બરબાદ થઈ ગયું તે વિશે હજી સ્પષ્ટતા નથી મળી. આ પ્લાન્ટમાં ૮ મોટા ઓઈલ પ્લાન્ટ છે, જેનો ઉપયોગ અહીં ઈલેક્ટ્રિસિટી જનરેટર્સ ચલાવવા માટે થતો હતો. આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘર ખાલી કરાવી દેવામાં આવ્યા છે. કેટલીય એમ્બ્યુલન્સ, પોલીસ અને અગ્નિશામકની ગાડીઓ ઘટના સ્થળે છે. ક્યૂબાના પ્રેસિડેન્ટ મિગેલ ડિયાજ કૈનલ શનિવારે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.