International

ગ્રેમી એવોર્ડસમાં જસ્ટિન બીબરના લેધર પેન્ટસની લોકોએ મજાક ઉડાવી

વોશિંગ્ટન
ગ્રેમી એવોર્ડસ ૨૦૨૨ના પરફોર્મન્સ દરમિયાન ચાહકોએ જસ્ટિન બીબરના લેધર પેન્ટસની ખૂબ મજાક ઉડાવી હતી. ‘પોપ સુપરસ્ટાર’ના સમગ્ર પરફોર્મન્સ દરમિયાન, જસ્ટિન બીબરના ચાહકોનું ધ્યાન માત્ર તેના લેધર પેન્ટ્‌સ પર જ હતું. વિશ્વપ્રસિદ્ધ ગાયકે તેના હિટ ગીત “પીચીસ”ના શાનદાર પર્ફોર્મન્સથી ગ્રેમી એવોર્ડસના સ્ટેજ પર ચર્ચા જગાવી હતી. જાે કે, જસ્ટિનના વફાદાર ચાહકોને તેની આ નવી ફેશન સ્ટાઈલ બિલકુલ પણ પસંદ આવી હોય, તેવું જણાતું નથી. જસ્ટિન બીબરે આ પરફોર્મન્સ માટે બેઝબોલ કેપ, હૂડી સ્વેટશર્ટ અને બોટમ-ક્લિંગિંગ ફ્લેરેડ લેધર ટ્રાઉઝર પહેર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી. જેમાં એક ચાહકે લખ્યું કે, “રોસ ગેલર લેધર પેન્ટમાં જસ્ટિન બીબર શું કરે છે?” જ્યારે બીજાએ ટ્‌વીટ કર્યું કે, “જસ્ટિન બીબર કે રોસ ગેલર પરફોર્મ કરી રહ્યાં છે? વિશ્વ કદાચ ક્યારેય જાણશે નહીં.” જ્યારે ત્રીજા વ્યક્તિએ લખ્યું કે, “શું તે માત્ર હું જ છું અથવા એવું લાગે છે કે જસ્ટિન બીબરે મિત્રો પાસેથી રોસની લેધર પેન્ટસ ઉધાર લીધી હતી?” ટિ્‌વટર પર જસ્ટિન બીબર ખૂબ જ ટ્રોલ થયો હતો. જસ્ટિન બીબર, આ વર્ષે આઠ ગ્રેમી એવોર્ડસ માટે નામાંકિત થયા હતા, જેમાં ‘પીચીસ’ સોંગ માટે ‘રેકોર્ડ ઓફ ધ યર’ અને ‘સોંગ ઓફ ધ યર’ બંનેનો સમાવેશ થાય છે, જાે કે, તેને ગ્રેમી સમારોહમાંથી ખાલી હાથે ફરવું પડ્યું હતું. જાે કે, ગ્રેમી એવોર્ડ સેરેમણીની આગલી રાતે, ‘ઘોસ્ટ’ ગીતનો ગાયક તેની પત્ની હેઇલી બાલ્ડવિન, ૨૫ સાથે રેડ કાર્પેટ પર ચાલ્યો હતો. આ માંટે જસ્ટિન બીબરે તેની ફેમસ લૂઝ ફીટીંગ સ્ટાઇલના સ્યૂટ સાથે જાેવા મળ્યો હતો. જસ્ટિને આ ફેમસ ‘બેગી’ લુક માટે ગ્રે બેલેન્સિયાગા બ્લેઝર અને ટ્રાઉઝર સાથે બેલેન્સિયગા બ્રાન્ડના ચંકી પ્લેટફોર્મ બૂટ સાથે, ગુલાબી ‘બીની’ કેપ પહેરી હતી. ‘પોપ સુપરસ્ટારે’ આ રેડ કાર્પેટ પર તેની પત્ની હેઇલી બીબરને કિસ પણ કરી હતી. આ વર્ષે ૮ ગ્રેમી નોમિનેશન મળ્યા હોવા છતાં પણ, જસ્ટિન બીબર રવિવારના ગ્રેમી એવોર્ડસમાં કોઈપણ પુરસ્કાર જીત્યા વગર ઘર વાપસી કરી હતી.જસ્ટિન બીબરએ આજે વિશ્વના સૌથી લોકપ્રિય સિંગરના લિસ્ટમાં સમાવિષ્ટ છે. ‘પોપ સુપરસ્ટાર’ના ઉપનામથી પ્રખ્યાત જસ્ટિન બીબર હંમેશા તેની ચિત્ર-વિચિત્ર ફેશન, તેની પત્ની હેઇલી બીબર, તેની એક્સ ગર્લફ્રેન્ડ સેલીના ગોમેઝ અને તેના અજુગતા વર્તનને કારણે પાપારાઝીઓનો ‘હોટ ફેવરિટ ટૉપિક’ રહ્યો છે. જસ્ટિન બીબર એ વાત સારી રીતે જાણે છે કે, જ્યારે પણ રેડ કાર્પેટ ઈવેન્ટ હોય, ત્યારે કેવી રીતે બધી ‘સ્પોટલાઇટ’ પોતાની તરફ વાળી રાખવી જાેઈએ. જસ્ટિન બીબર તાજેતરમાં ઘણા સમય બાદ ગ્રેમી એવોર્ડસ ૨૦૨૨ની રેડ કાર્પેટ પર તેની પત્ની હેઇલી બીબર સાથે જાેવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *