અમેરિકા
કર્ણાટકમાં હિજાબ પહેરવા મામલે થયેલો વિવાદ ઘણો વધી ગયો છે. સરકાર તરફથી એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હિજાબ પહેરીને શાળા અને કોલેજ કેમ્પસમાં જઈ શકાશે નહીં. દરમિયાન, વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં હિજાબ પર પ્રતિબંધ છે. સુરક્ષાના કારણોસર ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણા યુરોપિયન દેશોમાં, હિજાબ પહેરવા કે અન્ય કોઈપણ રીતે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ છે. કેટલાક દેશોમાં, ચહેરો ઢાંકવા અથવા હિજાબ પહેરવા સામે દંડની જાેગવાઈ પણ છે. જે દેશોમાં હિજાબને લઈને પ્રતિબંધો છે તેમાં ફ્રાન્સ, બલ્ગેરિયા, નેધરલેન્ડ, રશિયા અને બીજા ઘણા દેશો પણ સામેલ છે. સીરિયામાં ૨૦૧૦ થી કોલેજાેમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ હતો. આ સિવાય બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે. નેધરલેન્ડમાં, શાળાઓ, હોસ્પિટલો અને કેટલાક જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિશ્વના ઘણા દેશોની સરકાર હિજાબ પહેરવાની વિરુદ્ધ છે અને તેના પાલન માટે ત્યાં નિયમો પણ બનાવવામાં આવ્યા છે. રશિયાના કેટલાક શહેરોમાં વર્ષ ૨૦૧૨માં શાળાઓ કે કોલેજાેમાં હિજાબ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જે બાદ મામલો ત્યાં સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેના પર કોર્ટે પણ ર્નિણયને યોગ્ય ઠેરવતા હિજાબ પહેરવા પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો. ફ્રાન્સમાં પણ વર્ષ ૨૦૦૪માં શાળા-કોલેજાેમાં ધર્મ સાથે જાેડાયેલા કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ૨૦૧૧માં ફ્રાન્સની સરકારે જાહેર સ્થળોએ હિજાબ પહેરવા અથવા ચહેરો ઢાંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. અહીં હિજાબ પહેરવા બદલ ૧૩ હજાર રૂપિયાના દંડની જાેગવાઈ કરવામાં આવી છે. સાથે જ કોઈને ચહેરો ઢાંકવાની ફરજ પાડનારાઓ સામે પગલાં લેવાની પણ જાેગવાઈ છે. બલ્ગેરિયામાં પણ સરકારે ચહેરો ઢાંકવાને લઈને કાયદો બનાવ્યો છે. અહીં હિજાબ પહેરવું કે ચહેરો ઢાંકવો ગેરકાનૂની છે. આતંકવાદી ગતિવિધિઓને જાેતા સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચહેરો ઢાંકવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ ડેનમાર્કમાં, ચહેરો ઢાંકવા પર કાયદાકીય કાર્યવાહીની જાેગવાઈ છે. અહીં હિજાબ પહેરવા કે ચહેરો ઢાંકવા બદલ ૧૨ હજારનો દંડ ભરવો પડે છે.