International

ચીન અને તાઈવાનના તણાવ વચ્ચે નેન્સી પેલોસીની વિશ્વમાં ચર્ચા

ન્યૂયોર્ક
ચીનની તમામ ધમકીઓ અને હુમલાના ખતરાની વચ્ચે અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાન પહોંચીને આખી દુનિયાને ચોંકાવી દીધા. લાખ પ્રયાસો છતાં પણ ચીન તેમના તાઈવાન પ્રવાસને રોકી શક્યું નહીં. આ પહેલીવાર નથી જ્યારે નેન્સીએ અચાનક લોકોને આશ્વર્યચકિત થવા પર મજબૂર કરી દીધા. આ પહેલાં પણ અનેકવાર તેમણે આખી દુનિયામાં લોકોને વિચારતા કરી દીધા છે. ત્યારે કોણ છે નેન્સી પેલોસી. ૮૨ વર્ષની નેન્સી પેલોસી ૫ બાળકોની માતા અને ૯ બાળકોની દાદી છે. પેલોસી અવારનવાર કહે છે કે તેમનો ઈરાદો સાર્વજનિક ક્ષેત્રમાં ક્યારેય આવવાનો ન હતો. જાેકે તે એક રાજકીય પરિવાર સાથે સંબંધ રાખે છે. નેન્સીના પિતા થોમસ ડી એલેસેન્ડ્રો જૂનિયરે બાલ્ટીમોરના મેયર તરીકે કામ કર્યુ હતું. તેમણે પાંચ વખત કોંગ્રેસમાં શહેરનું પ્રતિનિધિત્વ કર્યુ. નેન્સીના ભાઈ પણ બાલ્ટીમોરના મેયર રહ્યા. પેલોસી અવારનવાર પોતાના પિતાના ચૂંટણી અભિયાનમાં ભાગ લેતા હતા. તેમને મત આકર્ષિત કરવામાં મહારત હાંસલ છે. ઓબામાના પૂર્વ મુખ્ય રણનીતિકાર ડેવિડ એઝેલરોડે એકવાર નેન્સીને પૂછ્યું કે તેમણે પોતાના પિતા પાસેથી શું શીખ્યું?. તેના જવાબમાં પેલોસીએ કહ્યું કે મેં તેમની પાસેથી વોટ એકત્રિત કરવાનું શીખ્યું છે. નેન્સીએ ક્યારેય તાકાત બતાવી? ૧. ઈરાક યુદ્ધથી લઈને ૨૦૦૮ના આર્થિક સંકટ સામે ઝઝૂમવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ૨. ઓબામાકેર બિલ પસાર થયા પછી બરાક ઓબામાનું ભરપૂર સમર્થન ૩. ડોનલ્ડ ટ્રંપ સામે ડેમોક્રેટના વિરોધનો ચહેરો બન્યા ૧૯૮૭માં પેલોસી પહેલીવાર સદન માટે પસંદ કરવામાં આવ્યા. ત્યારે ૪૩૫ સભ્યોવાળા સદનમાં માત્ર ૨૩ મહિલા પ્રતિનિધિ હતી. જાન્યુઆરી ૨૦૦૭માં પેલોસી સદનના પહેલા મહિલા સ્પીકર બન્યા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે તે આ દિવસનો ૨૦૦ વર્ષથી પણ વધારે સમયથી ઈંતઝાર કરી રહી હતી. રુઝવેલ્ટ, ટ્રુમેન, કેનેડી, જાેન્સન અને ક્લિન્ટન સહિત અનેક રાષ્ટ્રપતિ તેમના સકારાત્મક ઈરાદા છતાં અમેરિકામાં વ્યાપક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દેખરેખ કાર્યક્રમ લાગુ કરી શક્યા નહીં. પરંતુ બરાક ઓબામાએ પદ ગ્રહણ કરતાં જ એફોર્ડેબલ કેર એક્ટને આગળ વધારવાનો પ્રયાસ કર્યો. જેને ઓબામાકેર નામથી ઓળખવામાં આવે છે. આ બિલને પસાર કરાવવામાં નેન્સી પેલોસીનો બહુ મોટો રોલ હતો. જ્યારે નાણાંકીય સંકટે અમેરિકાની અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદિરનું કારણ બનાવી દીધું. ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના મોટાભાગના નેતા બુશ સરકારની મદદ કરવાના પક્ષમાં ન હતા. તેમની પાસે સામાન્ય ચૂંટણીના બે મહિના બાકી રહ્યા હતા. પરંતુ પેલોસીએ અમેરિકી ટ્રેઝરી સચિવને ફોન કરીને તેમને બીજા દિવસે સવારે મળવા માટે આમંત્રિત કર્યા. જેથી તે જણાવી શકે કે અર્થવ્યવસ્થાની સાથે શું થઈ રહ્યું છે. રાજકીય પ્રાથમિકતાઓને અલગ રાખીને પેલોસીએ ઈતિહાસમાં સૌથી મોટા કોર્પોરેટ બેલઆઉટનું સમર્થન કર્યુ. જેને રિપબ્લિકન જૂથ અને સામાન્ય ડેમોક્રેટ બંનેના વિરોધનો સામનો કરવો પડ્યો. પેલોસી ડોનલ્ડ ટ્રંપ સામે ઉભા થનારા છેલ્લા વ્યક્તિ હતા. પેલોસીએ સુનિશ્વિત કર્યુ હતું કે ટ્રમ્પ બે વખત મહાભિયોગ ચલાવનારા એકમાત્ર અમેરિકી રાષ્ટ્રપતિ બને. બીજાે પ્રયાસ તેમના કાર્યકાળની સમાપ્તિના માત્ર ૭ દિવસ પહેલાં જ કરવામાં આવ્યો. જ્યાં એકબાજુ તેમની સામે ઉગ્ર વ્યક્તિત્વે હંમેશા વિરોધને નિશાના પર રાખ્યો તો બીજીબાજુ તેમને પસંદ કરનારા લોકોની પમ ખામી ન હતી.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *