ચીન
ચીન તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા દેશોને પોતાના ક્ષેત્રમાં લાવવા માટે છેલ્લા કેટલાક દાયકાઓથી ઘણા પ્રયાસો કરી રહ્યું હતું. ભૂતકાળમાં, ચીન પનામા, અલ સાલ્વાડોર અને ડોમિનિકન રિપબ્લિકનને પોતાની તરફ કરી ચુક્યું છે. આ પહેલા તાઈવાન અને નિકારાગુઆ વચ્ચે આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે અસ્થિર સંબંધો હતા. ૨૦૦૭માં નિકારાગુઆના રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગાના સત્તા પર પાછા ફર્યા પછી, તેમણે ચીન અને તાઈવાન બંને સાથે સંબંધો સ્થાપિત કર્યા. ચીનને નિકારાગુઆ સાથેનો આ સંબંધ પસંદ નહોતો. મધ્ય અમેરિકામાં બેલિઝ, ગ્વાટેમાલા અને હોન્ડુરાસ તાઈવાનના મિત્ર દેશો છે. તે અન્ય કેટલાક દેશો જેમ કે હૈતી અને પેરાગ્વે સાથે પણ રાજદ્વારી સંબંધો ધરાવે છે. જણાવી દઈએ કે તાઈવાનમાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે મધ્ય અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચેના તણાવપૂર્ણ ત્રિકોણીય સંબંધો ફરી એકવાર સામે આવ્યા છે. ચીનની મુખ્ય ભૂમિના દક્ષિણપૂર્વ કિનારે આવેલા નાના, ગીચ વસ્તીવાળા ટાપુની સ્થિતિ ભારે વિવાદાસ્પદ છે, અને અહેવાલો અનુસાર, ચીન ટૂંક સમયમાં જ તાઈવાન પર બળજબરીથી ફરીથી કબજાે કરવા માટે લશ્કરી કાર્યવાહી અથવા અન્ય પગલાં લઈ શકે છે.ચીને ૧૯૯૦ પછી પહેલીવાર નિકારાગુઆમાં એમ્બસી ખોલી છે. નિકારાગુઆના રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગાની સરકારે તાઈવાન સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ ચીને આ પગલું ભર્યું છે. વિદેશ મંત્રી ડેનિસ મોનકાડાએ કહ્યું કે બંને દેશો વચ્ચે એક પ્રકારની ‘વૈચારિક આત્મીયતા’ છે. મોનકાડાએ એન્ટી-કોરોનાવાયરસ વેક્સિન સિનોફાર્મના ૧૦ લાખ ડોઝ આપવા બદલ ચીનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ખરેખર, ઓર્ટેગાની સરકારે ચીન સાથે ૧૯૮૫માં સંબંધો સ્થાપ્યા હતા, પરંતુ ૧૯૯૦માં પ્રમુખપદની ચૂંટણીમાં હાર્યા બાદ દેશના નવા પ્રમુખ વિલેટા કેમરોની સરકારે તાઈવાનને માન્યતા આપી હતી. નિકારાગુઆની સરકારે ૯ ડિસેમ્બરે તાઈવાન સાથેના સંબંધો કાપી નાખ્યા અને ગયા અઠવાડિયે તાઈવાનની એમ્બસી ઑફિસો બંધ કરી દીધી, અને કહ્યું કે તે ચીનની છે. જાે કે, ચીનની નવી એમ્બસી અન્ય જગ્યાએ સ્થિત છે અને એ સ્પષ્ટ નથી કે તે તાઇવાનની ઇમારતનું શું કરશે. તાઇવાનના રાજદ્વારીઓએ તેમના જવાના એક અઠવાડિયા પહેલા મનાગુઆના રોમન કેથોલિક આર્કડિયોસીસને આ મિલકત દાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓર્ટેગાની સરકારે કહ્યું હતું કે આ પ્રકારનું કોઈપણ દાન ગેરકાયદેસર હશે. તાઇવાનના વિદેશ મંત્રાલયે ‘ઓર્ટેગા શાસનની ગંભીર ગેરકાયદેસર કાર્યવાહી’ની નિંદા કરતા કહ્યું કે નિકારાગુઆન સરકારે તાઇવાનના રાજદ્વારીઓને દેશ છોડવા માટે માત્ર બે અઠવાડિયાનો સમય આપીને પ્રમાણભૂત પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું છે.
