કાબુલ
ચીનના વિદેશ મંત્રી વાંગ યી થોડો સમય માટે અચાનક અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પહોંચી ગયા હતા અને તાલિબાન સાથે મુલાકાત કરી હતી. એ પહેલા ચીનના વિદેશ મંત્રી પાકિસ્તાનના પ્રવાસે હતા. ચીનના વિદેશ મંત્રીએ અચાનક કાબુલ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. કાબુલ પહોંચીને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાલિબાન શાસકો સાથે મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રીની તાલિબાન શાસકો સાથે એવા સમયે મુલાકાત થઇ છે જયારે અફઘાન શાસકોએ પોતે ૬ઠ્ઠા ધોરણ સુધીની શાળા ખોલવા માટે નારાજગી જાહેર કરી હતી. ચીનના વિદેશ મંત્રીએ તાલિબાન શાસકો સાથે રાજનીતિક, આર્થિક અને આંતરિક સહયોગ જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો સાથે ચાલેલા ૨૦ વર્ષના યુદ્ધની સમાપ્તિ બાદ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવ્યો હતો અને સત્તા પોતાના હાથમાં લીધી હતી. એ પછી અફઘાનિસ્તાનની આર્થિક વ્યવસ્થા તળિયે પહોંચી જવાને કારણે તાલિબાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યું છે જેથી તેના અર્થંતંત્રની ગાડી પાટા પર ચઢે. આમ તો ચીન લગાતાર તાલિબાનને આંતરારાષ્ટ્રીય માન્યતા આપવા માટે ઇન્કાર કરી રહ્યું છે, પરંતુ ચીન સતત તાલિબાનના સંપર્કમાં છે.ચીનના વિદેશ મંત્રીની મુલાકાતથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટુંક સમયમાં ચીન તાલિબાન સાથે દોસ્તીનો હાથ આગળ વધારી શકે છે. જાે કે ચીને હજુ સુધી તાલિબાનને માન્યતા મળે તેવા કોઇ સંકેત આપ્યા નથી. જાે કે અવળચંડુ ચીન પોતાના હિત વગર કોઇ કામ કરતું નથી. ચીનની નજર અફઘાનિસ્તાનની માઇનિંગ અને આર્થિક હિત પર છે. જાણવા મળેલી વિગત મુજબ,ચીન તાલિબાન શાસકો પાસેથી આશ્વાસન માંગે છે કે ચીનના વિગર વિદ્રોહીઓને અફઘાનમાંથી અભિયાન ચલાવવાની મંજૂરી નહી આપે. પૂર્વી પાકિસ્તાનના સભ્યો, જે ઉત્તર પશ્ચિમ ચીનમાં સ્વતંત્ર દેશની માંગણી કરી રહ્યા છે. આ વિગર મુસલામાનો અફઘાનિસ્તાનમાં છે. ઉપરાંત વિગર વિદ્રોહી ખોરાજાન પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા સંગઠન સાથે સંપર્કમાં છે. ચીનના ઉત્તર પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં લઘુમતી મુસ્લિમ વિગર વિરુદ્ધ ચીન કઠોર કાર્યવાહી કરતું હોય તેવા અનેક અહેવાલો હોવા છતા આ સપ્તાહમાં પડોશી દેશ પાકિસ્તાનમાં યોજાયેલી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક ઓપરેશન (ર્ંૈંઝ્ર)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગનું અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવ્યું. આ બેઠકમાં વાંગે યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા માટે વાતચીતની અપીલ કરી હતી. પરંતુ પાકિસ્તાન સહિત ૈંૈંઝ્રના કોઇ પણ દેશે મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ વિગર મુસલમાનો પર થતા અત્ચાયાર વિશે હરફ પણ ઉચ્ચાર્યો નહોતો.ચીન મસ્જિદો તોડી પાડવા અને વિગર મુસલમાનોને જેલમાં ધકેલી દેવા જેવા અત્યાચાર કરી રહ્યું છે.
