International

ચીનમાં કોરોનાની ભયાનક હાલત, સ્મશાનમાં ૨૦ દિવસનું વેઇટિંગ

બીજીંગ
ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીનું કહેવું છે કે ચીનમાં દરરોજ ૧૦ લાખ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે તેમજ ૨૪ કલાકમાં ૫ હજાર મોત થયા છે. જાે આવી જ સ્થિતિ રહેશે તો જાન્યુઆરીમાં દૈનિક કેસ વધીને ૩૭ લાખ પર પહોંચી જશે, જ્યારે માર્ચમાં આ આંકડો ૪૨ લાખ હશે. ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે કેટલાક વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં એક વીડિયોમાં એવું નજરે પડી રહ્યું છે કે ક્લાસમાં અભ્યાસ કરતી વખતે પણ બાળકોને બોટલ ચઢાવવામાં આવી રહી છે કારણ કે તેમને સંક્રમણ લાગ્યું છે. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્મશાનગૃહમાં લાંબી કતાર જાેવા મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે ૨૦ દિવસનું વેઈટિંગ છે.જાેકે ચીનના સત્તાવાર આંકડાઓમાં બુધવારે માત્ર ૨ હજાર ૯૬૬ નવા કેસ અને ૧૦ લોકોનાં મોત નોંધાયાં છે. આ પહેલાં એરફિનિટીએ પોતાના અનુમાનમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસી ખતમ થયા બાદ ૨૧ લાખ લોકોનાં મોત થઈ શકે છે. વિશ્વભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ડેટા પર નજર રાખતી સંસ્થા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં કોરોનાના ૪.૯૨ લાખ કેસ નોંધાયા છે તેમજ કોરોનાને કારણે ૧૩૭૪ લોકોનાં મોત થયાં છે. જાપાનમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧.૮૪ લાખ કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં ૪૩૨૬૩, ફ્રાન્સમાં ૪૯૫૧૭, બ્રાઝિલમાં ૪૩૩૯૨, દક્ષિણ કોરિયામાં ૭૫૭૪૪ કેસ મળી આવ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૨૮૯ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાપાનમાં કોરોનાથી ૩૩૯ લોકોનાં મોત થયાં છે, બ્રાઝિલમાં ૧૬૫ લોકોનાં મોત થયાં છે.ચીનના યુનાન પ્રાંતમાં મ્યાનમારને અડીને આવેલા રુઈલી શહેરની સરહદ પર મોશન સેન્સર અને ઈલેક્ટ્રીફાઈડ ફેન્સીંગ લગાવવામાં આવી છે. ચીન બાદ જાપાનમાં કોરોનાનું જાેખમ વધી ગયું છે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અહીં ૮મી લહેર આવી ગઈ છે અને ઓમિક્રોન વેરિયન્ટને કારણે છે, બાળકો મૃત્યુ પામી રહ્યાં છે. ૮ મહિનામાં ૪૧ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં બગડતી પરિસ્થિતિએ જાપાનની ચિંતા વધારી દીધી છે.નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનનું નવું વેરિયન્ટ જીવલેણ સાબિત થઈ શકે છે. ઓમિક્રોન અત્યારસુધીમાં ૪૧ બાળકના જીવ લઈ ચૂક્યો છે. આમાંથી ૧૫ બાળક પહેલેથી બીમાર હતાં. આ ૧૫માંથી ૪ બાળક એક વર્ષથી નાની વયનાં હતાં. ૨ બાળક ૧થી ૪ વર્ષની વયનાં હતાં અને ૯ બાળક ૫ વર્ષ કરતાં વધુ ઉંમરનાં હતાં. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મૃત્યુ પામેલાં અડધાથી વધુ બાળકો પહેલાંથી જ સ્વસ્થ હતાં અને તેમનામાં કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં. ચીનની હોસ્પિટલોમાં બેડ ઓછાં પડી રહ્યાં છે. સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરકારે ફરી એકવાર સરહદ સીલ કરવાનું શરૂ કરી દીધું છે. યુનાન પ્રાંતમાં મ્યાનમારની સરહદે આવેલા રુઈલી શહેરમાં બોર્ડર ક્રોસિંગ પર નજર રાખવા માટે કેમેરા અને એલાર્મ લગાવવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં, મોશન સેન્સર અને ઇલેક્ટ્રિફાઇડ ફેન્સિંગ પણ લગાવવામાં આવી છે.૨૦૨૧માં પણ ચીને સરહદો સીલ કરી દીધી હતી. અન્ય દેશોમાંથી ગેરકાયદે રીતે આવતા લોકોને રોકવા માટે બોર્ડર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. રશિયા સરહદથી જાેડાયેલું શહેર હીયેમાં કોવિડ માટે જવાબદાર લોકો વિશે માહિતી આપનારી વ્યક્તિને ૧૫ લાખ સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશથી ચીન પરત ફરેલા નાગરિકે કહ્યું- મને ત્રણ વર્ષમાં કોરોના નથી થયો પરંતુ, થોડા દિવસ પહેલા હું બહારથી પાછો આવ્યો અને સંક્રમણ લાગ્યું. વિશ્વાસ નથી થતો કે વાયરસ આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. હું જાણું છું તે દરેકને કોરોનાને કારણે તાવ આવી રહ્યો છે. જાે તમે ચીનની બહાર રહેતા હોવ તો ત્યાં જ રહો, અત્યારે દેશમાં પાછા ન ફરો. અમેરિકામાં પણ ઓમિક્રોન વેરિયન્ટ લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦ કરોડને પાર થઈ ગઈ છે. અહીં ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટ્‌સને ૭૦% કોરોના કેસોનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *