ચીન
ચાઇના ઈસ્ટર્ન એરલાયન્સનું વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું, જેમાં આશરે ૧૩૨ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્ટૂની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હવે ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે, જેને પ્લેન ક્રેશ પહેલાના જણાવવામાં આવ્યાં છે. બોઇંગ ૭૩૭ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેની આસપાસના પહાડી વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. ૧૩૨ યાત્રીકો અને કેબિન ક્રૂને લઈને આ વિમાન કુનમિંગથી ગુઆનઝો જઈ રહ્યું હતું. દુર્ઘટના પહેલાં એટીસી સાથે વિમાનનો સંપર્ક તુટી ચુક્યો હતો અને હવે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ મિનિટની અંદર આ વિમાન હજારો મીટરની ઉંચાઈથી જમીન પર આવી ગયું હતું. દુર્ઘટના પહેલાં છેલ્લે વિમાનની ઉંચાઈ આશરે ૩ હજાર ફૂટ રેકોર્ડ કરવામાં આવી હતી. ઘટનાના એક વીડિયોમાં વિમાન દુર્ઘટના બાદ ચારે તરફ ધુમાડા જાેવા મળી રહ્યાં છે. તો બીજાે વીડિયો એક કારથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેન કોઈ રોકેટની જેમ જમીન તરફ આવતું જાેવા મળી રહ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન પહાડો વચ્ચે પડ્યું અને ત્યારબાદ જંગલમાં આગ લાગી ગઈ હતી. વિમાનમાં સવાર યાત્રીકોના બચવાની સંભાવના ઓછી છે. અત્યાર સુધી કેટલાના મોત થયા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચીનના રાષ્ટ્રપતિએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે અને તપાસના આદેશ આપ્યા છે. શી જિનપિંગે કહ્યુ કે, વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુખી છે અને તત્કાલ બચાવ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. જિનપિંગે કહ્યુ કે દુર્ઘટનાના કારણની જાણકારી માટે તત્કાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એરલાઇન સેક્ટરના લોકોના જીવનની સુરક્ષા માટે સુધારની જરૂર છે.


