બેઇજિંગ,
ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ૨૪ કરોડ ૮૦ લાખ કેસ નોંધાયા છે. અહીં એક દિવસમાં સૌથી વધુ ૩ કરોડ ૭૦ લાખ કેસ સામે આવ્યા છે. રિપોર્ટના અનુસાર, આ આંકડા ચીનના નેશનલ હેલ્થ કમિશનના લીક થયેલા રિપોર્ટમાં સામે આવ્યા છે. ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો જાેઈ શકાય છે. ઝેંગના જણાવ્યા અનુસાર આ વીડિયો એક મસ્જિદનો છે. ચીનમાં અંતિમ સંસ્કાર માટે ૨૦ દિવસનું વેઈટિંગ છે. ગેંગે એક ટ્વીટમાં જણાવ્યું છે કે બેઇજિંગમાં વેરહાઉસમાં લાશોને રાખવામાં આવી છે. આમાં તેવા ગોડાઉનનો પણ સમાવેશ થાય છે, જ્યાં ભૂંડોને રાખવામાં આવે છે. જેને કહ્યું કે ૧૫,૦૦૦ શબ યુક્વનિંગ સબડિસ્ટ્રિક્ટના એક વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે ચીનમાં કોરોનાનાં ૩૭૬૧ નવા કેસ નોંધાયા હતા. તેમાંથી કોઈનું મૃત્યુ થયું નથી. રેડિયો ફ્રી એશિયાનો આ રિપોર્ટ ત્યારે સામે આવ્યો છે જ્યારે યુકેની હેલ્થ ડેટા ભેગી કરતી ફર્મ એરફિનિટીએ કહ્યું છે કે ચીનમાં એક દિવસમાં ૧૦ લાખ કોરોના દર્દીઓ હશે અને એક દિવસમાં ૫ હજાર લોકોના મોત થશે. એરફિનિટીએ ચીનના આંતરિક જિલ્લાઓના ડેટાનો અભ્યાસ કર્યો છે. હાલમાં મળી આવેલા તથ્યો સંકેત આપી રહ્યા છે કે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. હાલમાં બેઇજિંગ અને ગુઆંગડોંગમાં લોકોની હાલત કોરોના કરતા પણ ખરાબ છે. એરફિનિટીએ નિવેદનમાં કહ્યું છે કે અમારી મેડિકલ ટીમે જિલ્લાઓના નવા ડેટાનો અભ્યાસ કર્યો અને કહ્યું કે અન્ય ઘણા વિસ્તારોમાં કોરોના પીક પર આવશે. એરફિનિટીનું કહેવું છે કે પ્રથમ શિખર જાન્યુઆરીમાં આવશે, જેમાં દરરોજ ૩૭ લાખ સંક્રમિત લોકો સામે આવશે, જ્યારે બીજી ટોચ માર્ચમાં આવશે. તે સમયે દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા એક દિવસમાં ૪૨ લાખ હશે.


