International

તાઈવાનની તે ‘વન્ડર વુમન’ જે ચીનને આપે છે ટક્કર

તાઈવાન
છેલ્લા કેટલાક દિવસોથી તાઈવાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ છે ચીન સાથે દુશ્મની. તાઈવાન અને ચીનનો વિવાદ આજનો નથી. તાઈવાન દેશ પોતાને આઝાદ માને છે અને ચીનનો દાવો છે કે તે તેમના ક્ષેત્રનો ભાગ છે. એવામાં અમેરિકાથી નૈંસી પેલોસીએ આવીને ફરી એકવાર ચર્ચાઓનું બજાર ગરમ કર્યું છે. પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન સાથે ગત બુધવારે મુલાકાત પણ કરી. આવો જાણીએ કોણ છે તાઈવાનની તે સ્ટ્રોન્ગ વુમન જેણે ચીન સાથા સીધી દુશ્મની લીધી છે. સાઈ ઇંગ વેન તે મહિલા નેતા છે, જેમણે દુનિયાના શક્તિશાલી દેશ ચીનની ઊંઘ ઉડાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, સાઈ ઇંગ વેનનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૬ માં થયો હતો અને તે ૨૦૧૬ થી તાઈવાનના રાષ્ટ્રપતિ છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સાઈ ઇંગ વેન તાઈવાનની પહેલી મહિલા રાષ્ટ્રપતિ પણ છે. સાથે તેઓ ૨૦૨૦ થી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની અધ્યક્ષ પણ છે. આ પહેલા પણ તે ૨૦૦૮ થી ૨૦૧૨ અને ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. સાઈ ઇંગ વેનના અભ્યાસની વાત કરીએ તો લો અને ઇકોમોમિક્સનો અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક સુધી તાઈવાનમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અમેરિકામાંથી લોમાં માસ્ટર ડિગ્રી અને બ્રિટેનની લંડન સ્કૂલ ઓફ ઇકોમોમિક્સમાં ઁરડ્ઢ કરી છે. વર્ષ ૧૯૮૪ માં તેઓ અભ્યાસ પૂર્ણ કરી તાઈવાન પાછા ફર્યા હતા. ૧૯૯૦ સુધી તેઓ યુનિવર્સિટીમાં શિક્ષક રહ્યા હતા. વર્ષ ૧૯૯૩ સાઈ ઇંગ વેનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ૧૯૯૩ માં જ સાઈને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે વાતચીક કરવા માટે તાઈવાનના નેગોશિએટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૦ માં તે તાઈવાનના રાષ્ટ્રપતિ ચેન શુઇ-બિયાનના કાર્યકાળમાં પહેલી વખત મંત્રી બન્યા. જાેકે, તેમણે ત્યાં સુધી તેમણે કોઈ રાજકીય પાર્ટી જાેઈન કરી ન હતી. સાઈ ઇંગ વેન ૨૦૦૪ માં ડીપીપી સાથે જાેડાયા. ત્યારબાદ તે રાજકીય રીતે સક્રિય થયા. તેમની પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી, ત્યારે તે પાર્ટીના અધ્યક્ષ પણ બન્યા. ૨૦૧૨ માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી લડ્યા હતા. જાેકે, ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૬ માં સાઈ ઇંગ વેનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળી. તેઓ તાઈવાનની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની. ૨૦૨૦ ની ચૂંટણીમાં જીતમાં ચીન સામેનું તેમના વલણે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાઈ ઇંગ વેન હંમેશા તાઈવાનની ઓળખ પર ભાર આપતી રહી છે. ચીન સતત તાઈવાનને ધમકી આપતું રહ્યું છે. એટલું જ નહીં ચીની ફાઈટર વિમાન પણ ઘણી વખત તાઈવાનના એર ડિફેન્સ ક્ષેત્રમાં આવતા રહ્યા છે. પરંતુ તેમ છતાં ચીનને ઘણી વખત સ્પષ્ટ સંદેશ આપી ચૂકી છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *