International

પતિને હસબન્ડ કહેવા સામે મહિલાએ ઉઠાવ્યો વાંધો

વોશિંગ્ટન
કેટલાક શબ્દો આપણા જીવનમાં એટલા બધા જડિત હોય છે કે આપણને તેનો સાચો અર્થ જાણવાની જરૂર ક્યારેય લાગતી નથી. જે રીતે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રીતે જ આપણે તેને સ્વીકારી લઇએ છીએ. હવે સંબંધો માટે વપરાતા શબ્દોનો અર્થ કોણ શોધે છે? આવો જ એક સંબંધ પતિ-પત્નીનો છે, પત્નીઓ તેમના પતિને અંગ્રેજીમાં ૐેજહ્વટ્ઠહઙ્ઘ કહે છે, પરંતુ હાલ આ શબ્દ થોડા વિવાદમાં છે. આટલા વર્ષોથી જે શબ્દ મહિલાઓ પોતાના પતિને સંબોધિત કરવા માટે ઉપયોગ કરી રહી છે તેના પર વિવાદ છેડાયો છે. વિવાદાસ્પદ બની રહેલા હસબન્ડ શબ્દનો અર્થ શું થાય છે? હવે વિવાદ પણ ત્યાંથી શરૂ થયો છે, જે ભાષાનો આ શબ્દ છે. ફરી એકવાર લોકો ગૂગલ પર ૐેજહ્વટ્ઠહઙ્ઘનો અર્થ શોધી રહ્યા છે. જાે કે તેનો અર્થ એ છે કે પતિ છે, પરંતુ તે ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો? અમેરિકન સોશિયલ મીડિયા યુઝર ઔડ્રા ફિટ્‌ઝગેરાલ્ડે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ ટિકટોક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે તે તેના પતિને ૐેજહ્વટ્ઠહઙ્ઘ નહીં કહે. ન્યૂયોર્કની ૨૬ વર્ષીય મહિલા ઓડ્રાએ જણાવ્યું હતું કે, તે હસબન્ડના બદલે પોતાના પતિને ઉીિ કહીને બોલાવશે, કારણ કે તેનો અર્થ પણ પતિ છે, જે તેની ઉૈકી સાથે રહે છે. ઑડ્રાનો આ વિડીયો લાખો મહિલાઓએ જાેયો હતો. જે બાદ આ વિવાદ શરૂ થયો હતો. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, આ પોસ્ટ બાદ ઘણી મહિલાઓ ઔડ્રાનું સમર્થન કરી રહી છે, તો બીજી તરફ ઘણી કમેન્ટ્‌સે તેને બિનજરૂરી વિવાદ પણ ગણાવ્યો છે. સદીઓથી પતિ માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેની સામે વાંધો કેમ છે? ઓડ્રા કહે છે કે હસબન્ડ શબ્દ પોતાનામાં જ લિંગવાદી છે અને પિતૃસતત્તાત્મકતાને પ્રતિબિંબિત કરે છે. રિપોર્ટ અનુસાર, ૐેંજીનો અર્થ લેટિનમાં ઘર થાય છે અને મ્છદ્ગડ્ઢ શબ્દ બોન્ડી પરથી ઉતરી આવ્યો છે, જે જમીન અથવા સંપત્તિ પર હક આપે છે. એટલે કે હસબન્ડનો મતલબ ઘરનો માલિક કે મકાન માલિક હશે, જે અધિકાર જતાવનાર લાગે છે. તે સ્ત્રીઓ માટે અપમાનજનક હોઈ શકે છે. તો અમુક લોકો માને છે કે રેજર્હ્વહઙ્ઘૈ એટલે કે ઘરના માલિકમાંથી નીકળેલો શબ્દ અંગ્રેજીમાં ૐેજહ્વટ્ઠહઙ્ઘ બને છે. જેમાં કંઇ જ ખોટું નથી.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *