International

‘પાઈરેટ’ સિરીઝની આગામી ફિલ્મ નહીં કરે જાેની ડેપ

વોશિંગ્ટન
ફિલ્મ ‘પાઈરેટ્‌સ ઓફ કેરિબિયન’ જયારે વર્ષ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી તે સમયે દુનિયા હોલિવૂડ એક્ટર જાેની ડેપને અનોખા અવતારમાં જાેઈને ચોંકી ગઈ હતી. જાેની આ ફિલ્મની અન્ય ચાર સિક્વલ ફિલ્મોમાં પણ નજર આવ્યો હતો અને જયારે ફિલ્મ પ્રોડક્શન હાઉસ ડિઝની સિરીઝની છઠ્ઠી ફિલ્મની તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ, જાેનીની પૂર્વ પત્ની એમ્બર હર્ડે જાેની પર લગાવેલા શોષણ અને મારપીટના આરોપ સામે આવ્યા હતા અને ડિઝનીએ જાેની સાથે ફિલ્મ નહીં બનાવવાનો ર્નિણય લીધો હતો. પૂર્વ પત્ની એમ્બર હર્ડ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણી અને મારપીટના આરોપ બાદ, ડિઝની દ્વારા ‘પાઈરેટ’ સિરીઝની છઠ્ઠી ફિલ્મને અટકાવી દેવામાં આવી હતી અને આ માટે જાેની ડેપની હરકત પર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આરોપોના કારણે મુશ્કેલીમાં મુકાયેલ જાેની ડેપ પાસેથી એક પછી એક છીનવાઈ ગઈ હતી. આ કેસમાં કોર્ટે તમામ પૂરાવાના આધારે જાેનીને નિર્દોષ જાહેર કરતાં, ડિઝનીએ ફરી એકવાર જાેની સાથે ફિલ્મ શરુ કરવાનો ર્નિણય લીધો હોવાના અનેક રિપોર્ટ સામે આવ્યા હતા. ટૂંક સમય માટે જાેની સાથે મિટિંગ યોજીને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે તેમ પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ જાેનીએ ડિઝનીની ઓફર ફગાવી દીધી હોવાનો અહેવાલ સામે આવ્યો છે અને ‘પાઈરેટ્‌સ’ સિરીઝની આગામી ફિલ્મ નહીં કરવાનો ર્નિણય લીધો છે. જાેની આગામી ‘પાઈરેટ’ ફિલ્મમાં નજર આવશે તેવું માની બેઠેલા ફેન્સને આ સમાચાર સામે આવતા નિરાશા સાંપડી છે.

File-01-Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *