International

પાકિસ્તાની સૈનિકોની હત્યા બાદ તાલિબાન પર શાબ્દિક હુમલો

અફઘાનિસ્તાન
તાલિબાનની વચગાળાની સરકારને લઈને પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી રહી છે. તે પણ ત્યારે જ્યારે તાલિબાન વારંવાર વચન આપી રહ્યું છે કે અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે થવા દેવામાં આવશે નહીં. પાકિસ્તાનના સ્પષ્ટવક્તા ગૃહ પ્રધાન શેખ રાશિદે આ હુમલાઓ પછી કહ્યું હતું કે તાલિબાને તેમના વચનો પૂરા કરવા જાેઈએ અને ખાતરી કરવી જાેઈએ કે આવા હુમલાઓ ન થાય. આ તાજેતરનો હુમલો એવા સમયે થયો છે જ્યારે બલૂચિસ્તાનમાં કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ પાકિસ્તાની સેનાએ બલૂચ બળવાખોરોને મારી નાખ્યા હતા. પાકિસ્તાનનો દાવો છે કે આ હુમલાખોરોને અફઘાનિસ્તાન અને ભારત તરફથી સૂચનાઓ મળી રહી હતી. પાકિસ્તાન પોતાની ચિંતાઓ વારંવાર તાલિબાનને જણાવી રહ્યું છે, પરંતુ ‘ભસ્માસુર’ બની ગયેલા તાલિબાની આતંકવાદીઓ પર તેની કોઈ અસર થાય તેમ જણાતું નથી. બીજી તરફ ઇમરાન ખાન તાલિબાની શાસનને માન્યતા અપાવવા માટે વિશ્વને વિનંતી કરી રહ્યા છે.અફઘાનિસ્તાન બોર્ડર પર ૫ પાકિસ્તાની સૈનિકોની હત્યા બાદ જનરલ કમર જાવેદ બાજવા અને તેમના પાલતુ તાલિબાન વચ્ચેના સંબંધો બગડતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાની સેનાએ પહેલીવાર અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પોતાના સૈનિકો પર હુમલો કરવા માટે કરવાની જાહેરમાં નિંદા કરી છે. પાકિસ્તાની સેનાએ તાલિબાન વિરુદ્ધ આ તાજેતરનું નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રવિવારે અફઘાન સરહદેથી ઘૂસેલા ્‌્‌ઁ આતંકવાદીઓએ ૫ સૈનિકોની ર્નિદયતાથી હત્યા કરી નાખી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલા બાદ હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને લઈને પાકિસ્તાની સેનાની ધીરજ ખૂટી રહી છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અફઘાનિસ્તાનથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને આવેલા આતંકવાદીઓએ કુર્રમ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો.’ પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે તેમણે જડબાતોડ જવાબ આપ્યો જેમાં આતંકીઓને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાનની અંદર આતંકવાદી ગતિવિધિઓ કરવા માટેની સખત નિંદા કરે છે. તેમણે કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર ભવિષ્યમાં પાકિસ્તાન વિરુદ્ધ આવું નહીં થવા દેશે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાને તાલિબાન શાસિત અફઘાન જમીનના ઉપયોગની સત્તાવાર નિંદા કરી છે. અગાઉ, જ્યારે તાલિબાને સરહદ પર વાડ લગાવવાથી રોક્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ તેને ‘સ્થાનિક સમસ્યા’ ગણાવી હતી.

Pakistan-Army-Chief-Genaral-Qamar-Javed-Bajwa.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *