કતર
હ્લૈંહ્લછ વર્લ્ડ કપ ૨૦૨૨ દરમિયાન કતરમાં વિદેશી ચાહકો માટે દારૂ પર પ્રતિબંધ રહેશે નહીં. કતર ટૂર્નામેન્ટ લગભગ ૧૦ લાખ વિદેશી ચાહકોને આકર્ષશે તેવી અપેક્ષા છે અને દેશ તેમના માટે તેની નીતિમાં ફેરફાર કરવા તૈયાર છે. આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, ૨૦૨૨ વર્લ્ડ કપ માટે ફૂટબોલ ચાહકોને સ્ટેડિયમમાં બીયર પીવાની મંજૂરી આપવા માટે હ્લૈંહ્લછ અને બિયર કંપની છહરીેજીિ-મ્ેજષ્ઠર ૈંહમ્ીદૃ દ્ગફ ના દબાણ વચ્ચે કતર હ્લૈંહ્લછ વર્લ્ડ કપના અધિકારીઓ સ્ટેડિયમમાં આલ્કોહોલ પ્રતિબંધ હળવો કરી રહ્યા છે. કતર ફિફા વર્લ્ડ કપના અધિકારીઓએ હજુ અંતિમ ર્નિણય જાહેર કર્યો નથી. આયોજકોએ ચાહકોની માંગને સમાવવા માટે વધતી જતી ઈચ્છાનો સંકેત આપ્યો છે, કારણ કે ટુર્નામેન્ટ નજીક આવી રહી છે. એક પ્રવક્તાએ કહ્યું, ‘જૂથ તમામ સ્થાનિક અને મુલાકાતી ચાહકો માટે કામ કરી રહ્યું છે. વર્લ્ડ કપમાં આલ્કોહોલની ડિલિવરી અંગેની કતરની સર્વોચ્ચ સમિતિએ વચન આપ્યું છે કે સ્ટેડિયમ અને અન્ય હોસ્પિટાલિટી સ્થળોની બહારના ‘ફેન ઝોન’માં આલ્કોહોલ ઉપલબ્ધ થશે. વધુ વિગતો સમયસર જણાવવામાં આવશે.’ બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઈજીપ્તના ચાહકોને પણ કતર આવવાની મંજૂરી આપવામાં આવશે. આ તમામ દેશોએ રાજકીય કારણોસર કતરનો બહિષ્કાર કર્યો છે. અગાઉ વર્લ્ડ કપના ચીફ એક્ઝિક્યુટિવ નાસેર અલ-ખાતેરે કહ્યું હતું કે, “કતર એક રૂઢિચુસ્ત દેશ છે અને દારૂ એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી, પરંતુ આતિથ્યનો ભાગ છે.” વર્લ્ડ કપ માટે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિદેશી ચાહકો માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવે. અધિકારીએ કહ્યું કે તેઓ એવી કેટલીક જગ્યાઓ નક્કી કરશે જ્યાં ચાહકોને દારૂ મળી શકે. આ સ્થાન પરંપરાગત સ્થળોથી દૂર હશે.
