બ્રિટન
જર્મની તેમજ ચેક રિપબ્લિક દ્વારા ફરજિયાત વેક્સિન બંધ કરાઈ જર્મની દ્વારા લોકો માટે વેક્સિનની જાેગવાઈ રદ કરાઈ છે. ચેક રિપબ્લિકની નવી સરકારે વૃદ્ધો તેમજ વયસ્કો અને અન્ય લોકો માટે ફરજિયાત વેક્સિન લગાવવાની જાેગવાઈ રદ કરી છે. અગાઉની સરકાર દ્વારા વૃદ્ધો, વયસ્કો અને કેટલાક વ્યવસાયીઓ માટે વેક્સિન ફરજિયાત કરાઈ હતી. અમેરિકામાં ૨૦થી વધુ રાજ્યોએ કોરોના પ્રતિબંધો હટાવ્યા છે. ૯ રાજ્યો કેલિફોર્નિયા, ડેલાવેર, હવાઈ, ઈલિનોઈસ, નેવાડા, ન્યૂ મેકિસકો, ન્યૂયોર્ક અને ઓરેગોન તેમજ વૉશિંગ્ટન જેવાં શહેરોમાં મોટાભાગના કોરોના પ્રતિબંધો હટાવાયા છે.બ્રિટનમાં કોરોનાના કેસની પિક આવી ગયાની ગણતરી સાથે જ પીએમ બોરિસ જાેન્સન દ્વારા બુધવારથી અમલમાં આવે તેવી રીતે તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડમાં લોકો માટે ફરજિયાત ફેસ માસ્ક પહેરવાનો આદેશ પણ પાછો ખેંચી લેવાયો છે. જાેનસને કહ્યું હતું કે અમારા વિજ્ઞાનીઓનું માનવું છે કે ઓમિક્રોનની લહેરનું પિક આવી ગયું છે આથી સરકાર દ્વારા હવે કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો આદેશ પણ રદ કરાયો છે. જાેન્સને કહ્યું હતું કે બ્રિટન અને યુકે યુરોપના દેશોમાં વેક્સિન સૌથી પહેલા શરૂ કરનાર દેશો પૈકી એક હતો. યુરોપિયન મેડિસિન એજન્સીને અમારી જરૂરિયાત મુજબ બહારથી વેક્સિન ખરીદવા આદેશ અપાયા હતા.
