International

ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટની સંખ્યામાં ઘટાડો કરવાની આઈસીસીના વડાની ચેતવણી

લંડન
ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની ચેતવણી આઈસીસીના વડા ગ્રેગ બાર્ક્‌લેએ ઉચ્ચારી છે. બાર્કલે નવેમ્બર ૨૦૨૦માં આઈસીસીના વડા તરીકે નિયુક્ત થયા હતા. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષે ભવિષ્યના આયોજનો નક્કી કરવા માટે તેમની સમક્ષ ગંભીર પડકાર ઉપસ્થિત થશે. જે પ્રકારને સ્થાનિક ટી૨૦ લીગમાં વધારો થઈ રહ્યો છે તેને જાેતા દ્વિપક્ષીય અને ટેસ્ટ ક્રિકેટ પર જાેખમ તોળાઈ રહ્યું છે અને તેની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. આગામી એક દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે તેવી ચેતવણી બાર્કલેએ ઉચ્ચારી હતી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્‌સમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બાર્કલેએ બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયલમાં જણાવ્યું કે, પુરૂષો અને મહિલાઓની સ્થાનિક લીગમાં પ્રતિ વર્ષ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

Sport-ICC-President-Greg-Barclay.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *