International

યુએઈ સરકારે નવો શ્રમ કાયદો લાગુ કર્યો

યુએઇ
સંયુક્ત આરબ અમીરાત દેશની કુલ વસ્તીના ૪૦ ટકા ભારતીયો છે અને તેમની સંખ્યા ૩૫ લાખ છે. ેંછઈ ના ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કામ કરે છે. નવો ફેડરલ ડિક્રી કાયદો નંબર ૩૩ કામદારોના અધિકારોના રક્ષણની બાહેંધરી આપે છે. ેંછઈના માનવ સંસાધન મંત્રાલયે કહ્યું કે નવા કાયદા મુજબ હવે દરેક નાની-નાની બાબતોની માહિતી જાેબ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. નવા કરારમાં કામદાર, તેના એમ્પ્લોયર, નોકરીનું વર્ણન, કામના કલાકો, રજાઓ, જાેડાવાની તારીખ, કામ કરવાની જગ્યા, પગાર, વાર્ષિક રજા, નોટિસનો સમયગાળો સહિતની દરેક માહિતી સામેલ હશે. નવા કાયદા સાથે હવે જાેબ કોન્ટ્રાક્ટ મર્યાદિત સમય માટે રહેશે, જે પહેલા એવું નહોતું. કંપનીઓ હવે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે કામદારોને નોકરી પર રાખી શકશે. તે પછી તેને ફરીથી રિન્યુ કરાવવાનું રહેશે. સરકારે તમામ ખાનગી કંપનીઓને નવા કાયદા અનુસાર નવા કોન્ટ્રાક્ટ તૈયાર કરવા જણાવ્યું છે. કાયદો લાગુ થયાના એક વર્ષની અંદર કંપનીઓએ તેમના જાેબ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવો પડશે. નવા કાયદાથી હવે કોઈપણ એમ્પ્લોયર કાયમ માટે કામદારને નોકરી પર રાખી શકશે નહીં. મુસાબાએ કહ્યું કે હવે કામદારોને પણ કેટલીક નવી રજાઓ મળશે. કંપનીઓએ તેમના કર્મચારીઓને દર અઠવાડિયે ઓછામાં ઓછી એક રજા આપવી પડશે. આ ઉપરાંત ઘરે કોઈનું મૃત્યુ થાય તો ત્રણથી પાંચ રજા, પરીક્ષાની તૈયારી માટે ૧૦ દિવસની રજા, મહિલાઓ માટે ૬૦ દિવસની પ્રસૂતિ રજા, પ્રેગ્નન્સી દરમિયાન ૪૫ દિવસની રજા પગાર સાથે અને ૧૫ દિવસની રજા અડધા પગાર સાથે શરતી રીતે મળશે. નવો કાયદો કર્મચારીઓ અને નોકરીદાતાઓ વચ્ચે પારદર્શિતા વધારશે. નવા શ્રમ કાયદાને લાગુ કરવા પાછળ યુએઈનો હેતુ વિદેશી કામદારોને આકર્ષવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી ેંછઈ ના નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચે વધુ સારા સંબંધો બનશે.

UAE-Benefit-of-new-rule-for-India-workers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *