અમેરિકા
યુએસ રાષ્ટ્રપતિ જાે બાઈડને ફરી એકવાર યુક્રેનને મદદનું આશ્વાસન આપ્યું છે. બાઈડને કહ્યું કે રશિયન સેનાએ મારિયોપોલની હોસ્પિટલ પર જે રીતે ભારે બોમ્બમારો કર્યો છે તે જાેયા બાદ અમે ર્નિણય કર્યો છે કે અમે યુક્રેનને વધુ ખતરનાક હથિયારો આપીશું. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનની આઝાદી સાથે ઉભું છે અને યુક્રેનના લોકોને શક્ય તમામ મદદ કરશે.વધુમાં બાઈડને કહ્યું, અમે યુક્રેનને ૨૦૦ મિલિયન ડોલરની સહાય મોકલી છે અને આ અઠવાડિયે વધુ ૧ બિલિયન ડોલર મોકલીશું. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, જે રીતે રશિયાએ મારિયોપોલની હોસ્પિટલ પર જાેરદાર બોમ્બમારો કર્યો છે, જેના કારણે વિશ્વભરના દેશોમાં રશિયા સામે ગુસ્સો વધી રહ્યો છે. અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધમકીને ગંભીરતાથી લીધી છે. એટલા માટે અમે યુક્રેનને વધુ ખતરનાક હથિયારો આપવાની તૈયારી કરી છે. ઉપરાંત તેમણે કહ્યું કે, રશિયાને હરાવવા માટે અમે યુક્રેનને વધુ હથિયારો મોકલી રહ્યા છીએ. અમે યુક્રેનને લોંગ રેન્જ એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ. પુતિને આની ભારે કિંમત ચૂકવવી પડશે.આ સાથે તેણે રશિયા પર વધુ પ્રતિબંધો મૂકવાની પણ જાહેરાત કરી છે.બાઈડને કહ્યુ કે, અમે રશિયાની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે નાશ કરીશું.આ યુદ્ધને કારણે જે લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં ગયા છે, અમે તેમના પર પણ નજર રાખી રહ્યા છીએ. અમે આ શરણાર્થીઓને મદદ કરવાની યોજના પર પણ કામ કરી રહ્યા છીએ. જાે બાઈડને કહ્યું કે, ચાલો આપણે બધા સાથે મળીને લડીએ જેથી પુતિનને તેની ભારે કિંમત ચૂકવવી પડે. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનના નાગરિકોની સાથે ઊભું છે અને ઊભું રહેશે. અમેરિકા હંમેશા આઝાદી માટે ઊભું રહ્યું છે અને તે તેની સાથે ઊભું છે. તમને જણાવી દઈએ કે, અગાઉ ઝેલેન્સકીએ કહ્યું હતું કે અમે કોઈપણ પ્રકારનું યુદ્ધ કરવા ઈચ્છતા નથી. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધને રોકવા માંગીએ છીએ. રશિયા સતત હુમલા માટે મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે યુક્રેનના સુંદર શહેરો હવે ખંડેરમાં ફેરવાઈ ગયા છે. ેંજી સંસદને સંબોધિત કરતી વખતે ઝેલેન્સકીએ અમેરિકાને બીજા વિશ્વયુદ્ધની પણ યાદ અપાવી હતી.
