International

રશિયન સૈનિકોએ મારીયુપોલ શહેરમાં એક મસ્જિદને નિશાન બનાવી

યુક્રેન
યુક્રેનના મારીયુપોલમાં કોઈની સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા મારીયુપોલમાં ફસાયેલા લોકોને શહેર છોડવા દેતું નથી. તેણે શહેરને ચારે બાજુથી બંધ કરી દીધું છે, જેના કારણે હજારો લોકો ત્યાં ફસાયેલા છે. બીજી તરફ રશિયાએ આરોપ લગાવ્યો છે કે લોકોના બિન-સુરક્ષિત સ્થળાંતર પાછળ યુક્રેનની નિષ્ફળતા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે “મારીયુપોલમાં સુલતાન સુલેમાન અને તેની પત્ની રોકસોલાના (હુર્રમ સુલતાન)ની મસ્જિદને રશિયન આક્રમણકારો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.” ૮૦થી વધુ વૃદ્ધો અને બાળકો ગોળીબારીથી બચવા માટે મસ્જિદમાં છુપાયેલા હતા. આમાં તુર્કીના નાગરિકો પણ સામેલ છે. રશિયા જે કંઈ પણ કરી રહ્યું છે, તે હુમલાનું નામ આપ્યા વગર તેને સૈન્ય કાર્યવાહી ગણાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. રશિયાએ એવા વિસ્તારોમાં પણ હુમલો કર્યો છે જ્યાં નાગરિકો રહે છે.યુક્રેનની સરકારે કહ્યું છે કે રશિયન સૈનિકોએ મારીયુપોલ શહેરમાં એક મસ્જિદને નિશાન બનાવી છે, જેમાં ૮૦થી વધુ લોકો રોકાયા હતા. જાે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જાનહાનિની ??સંખ્યા અંગે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. અગાઉ, તુર્કીમાં યુક્રેનિયન એમ્બેસીએ માહિતી આપી હતી કે રશિયાના સતત હુમલા વચ્ચે મારિયુપોલમાં ફસાયેલા ૩૪ બાળકો સહિત ૮૬ તુર્કી નાગરિકોનું જૂથ ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. દૂતાવાસના પ્રવક્તાએ મારીયુપોલના મેયરને ટાંકીને આ માહિતી શેયર કરી છે.

bombed-by-Russian-forces-Mosque-in-Ukraines.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *