International

રશિયા અને યુક્રેન મુદ્દે વધી રહેલી તંગદીલી વચ્ચે જર્મની અને ફ્રાન્સના નેતાઓ રશિયાની મુલાકાત લેશે

 

(જી.એન.એસ),ફ્રાન્સ,તા.૦૬
ચીને રશિયાને સમર્થન આપીને નાટોને વિસ્તારવાદથી દૂર રાખવાની રશિયાના દૃષ્ટિકોણને સમર્થન આપ્યા પછી યુરોપીય દેશોના ટોચના નેતાઓ રશિયાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાએ ગુરૂવારે એવા આરોપ મૂક્યા હતા કે રશિયાએ યુક્રેનના દળોએ હુમલો કર્યો હોવાનું ઉપજાવી કાઢીને તે બહાના હેઠળ સૈન્ય પગલાં લઇ શકે છે. અમેરિકાએ જાેકે પોતાના દાવાના સમર્થનમાં કોઇ વિગતવાર જાણકારી નહોતી આપી અને રશિયાએ પણ આ દાવાને ફગાવી દીધો હતો. ફ્રાન્સ નાટો સંગઠનનો મહત્વનો દેશ છે. રશિયન આક્રમણની દહેશત વચ્ચે ફ્રાન્સે નાટોની તૈયારીના ભાગરૂપે રોમાનિયામાં સૈન્ય પણ તૈનાત કર્યું છે. તાજેતરના સપ્તાહમાં તેઓ પુતિન સાથે ફોન પર વાતચીત પણ કરી ચુક્યા છે. સોમવારે પુતિન અને ચીનનું સમર્થન મળતાં પુતિનનું અક્કડ વલણ યુક્રેન મુદ્દે સર્જાયેલી તંગદીલીએ યુદ્ધ ફાટી નીકળે તેવી દહેશત સર્જી છે. પિૃમના દેશોના નેતાઓ તંગદિલીને ઘટાડવા રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂકી રહ્યા છે. તે અરસમાં ચીનનું સમર્થન મળી રહેતાં પુતિન અક્કડ વલણ ધરાવી રહ્યા છે. પુતિને નાટો સંગઠન પર ગંભીર આક્ષેપો મૂકતાં જણાવ્યું છે કે સંગઠન યુક્રેનને શસ્ત્ર સરંજામ પૂરું પાડી રહ્યું છે. તેઓ નાટો સંગઠન પૂર્વ એશિયાના સૈન્યોને તાલીમ આપી રહ્યું હોવાના આક્ષેપો પણ કરી રહ્યા છે.ફ્રાન્સના પ્રમુખ અને જર્મનીના ચાન્સેલર આવનારા સપ્તાહોમાં વધી રહેલી તંગદિલી વચ્ચે રસ્તો શોધીને રશિયાને યુક્રેન પર આક્રમણ કરતું રોકવા માટે મોસ્કો અને કિવની મુલાકાત લેશે. ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોં સોમવારે મોસ્કો તો મંગળવારે કિવની મુલાકાત લેશે. તો જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ ૧૪ ફેબ્રુઆરીના રોજ કિવ તો ૧૫ ફેબ્રુઆરીના રોજ મોસ્કોની મુલાકાત લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *