International

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું જાેખમ ટળ્યું

અમેંરિકા
પેરિસમાં ૮ કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ સિવાય યુક્રેન અને રશિયા ૨૦૧૯ બાદ પહેલીવાર યુક્રેનના સુરક્ષા ગાર્ડ અને ભાગલાવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાબતે ફ્રાન્સ અને જર્મનીની સાથે સંયુક્ત નિવેદન જારી કરવા સંમત થયા છે.બંને પક્ષો કોઈ શરત વગર જ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જાે કે બે અઠવાડિયાં પછી બર્લિનમાં આ મુદ્દે બીજી બેઠક યોજાશે. ફ્રાન્સે આ ર્નિણયને આવકાર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના એક સહયોગીએ કહ્યું હતું કે સતત વધી રહેલા તણાવ વચ્ચે આખરે એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. રશિયન ડિપ્લોમેટ દિમિત્રી કોઝાકે કહ્યું હતું કે ઘણી બાબતો પર મતભેદ હોવા છતાં અમે એ વાત પર સહમત થયા કે પૂર્વ યુક્રેનમાં યુદ્ધવિરામ તમામ પક્ષોને ધ્યાનમાં લઈને થવું જાેઈએ. બે અઠવાડિયાં પછી બર્લિનની બેઠકમાં પેરિસની જેમ જ બંને દેશોના ડિપ્લોમેટ હાજરી આપશે. આ બેઠકોમાં રાષ્ટ્રપ્રમુખોનો સામેલ કરવા એ એજન્ડામાં નથી. કોઝાકે વધુમાં કહ્યું હતું કે અમને આશા છે કે તે તેઓ અમારી વાતને સારી રીતે સમજી ગયા હશે. આગામી બે સપ્તાહમાં તેનું પરિણામ પણ જાેવા મળશે.છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર દુનિયા ચિંતિત હતી કે જાે રશિયા પર યુક્રેન સામે યુદ્ધ કરશે તો પરિસ્થિતિ શું હશે.. રશિયાએ યુક્રેનની પૂર્વ સરહદ પર તેના લાખો સૈનિકો તહેનાત કર્યા હતા. એ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. રશિયાના સંભવિત હુમલાના જાેખમને ધ્યાનમાં લેતાં નાટો દળોએ પણ સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી હતી. આ સિવાય અમેરિકાના પણ ૮૫૦૦ સૈનિક હાઈએલર્ટ પર હતા.જાે કે યુક્રેન અને રશિયા વચ્ચે પૂર્વી સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. યુદ્ધનો ખતરો હાલ ટળી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *