રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ છેલ્લા કેટલાક દિવસોથી જાેવા મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બદલ ૨૦ જનરલોની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૨ થી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સહયોગી શોઇગુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુમ છે. રશિયન-ઇઝરાયેલ ઉદ્યોગપતિ લિયોનીદ નેવઝલિને પણ પુતિન અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવ અંગે સનસનાટીભર્યો દાવો કર્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને ૫૧ દિવસ થઈ ગયા છે. અનેક દેશોના હસ્તક્ષેપ છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા. આ વચ્ચે યુક્રેનનાં સશસ્ત્ર દળોની કમાને કહ્યું હતું કે રશિયન સેના, યુક્રેનના ડોનેત્સ્ક અને ખેરસોન વિસ્તારમાં હુમલાઓ કરવાની યોજના બનાવી રહી છે. તો અમેરિકા ઝેલેન્સ્કીને મળવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કિવ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે. આ વચ્ચે યુક્રેને બ્લેક સીમાં રશિયન વોરશિપને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધું છે. રશિયન રક્ષા મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે બ્લેક સીની રક્ષા કરનારી નેપ્યૂન મિસાઈલે રશિયન જહાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જાેકે રશિયાએ દાવો કર્યો કે વિસ્ફોટ પહેલાં જ જહાજની અંદરથી બધાને બહાર કાઢી લીધા હતા. પુતિન નિરાશ છે કે તેઓ યુક્રેન જીતી શક્યા નથી. આ કારણે તેઓ ઓછી ક્ષમતાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો આદેશ આપી શકે છે. બર્ન્સે રશિયામાં યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ અનુસાર, ૫૦ દિવસના યુદ્ધમાં ૫ લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો દેશ છોડી ચૂક્યા છે, જ્યારે ૭૧ લાખથી વધુ વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. ૯૦% શરણાર્થીઓ મહિલાઓ અને બાળકો છે, કારણ કે વૃદ્ધ પુરુષોને યુક્રેન છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. યુક્રેનિયન સશસ્ત્ર દળોના જણાવ્યા અનુસાર, રશિયા પૂર્વી યુક્રેનમાં આક્રમણની તૈયારી કરી રહ્યું છે. આ માટે, દક્ષિણ લશ્કરી જિલ્લાના વધારાના લશ્કરી એકમોને તાલીમ આપવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને યુક્રેન માટે ૮૦૦ મિલિયન ડોલર (લગભ ૬,૦૮૯ કરોડ રૂપિયા)ની મિલિટરી સહાયની મંજૂરી આપી છે. રશિયન હુમલાનો સામનો કરવા માટે આપવામાં આવતી આ મદદમાં તોપ, બખતરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટર સામેલ છે. રશિયાએ અમેરિકાની સંસદના ૩૯૮ સભ્યોને ટ્રાવેલ બેન લિસ્ટમાં મૂકી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ગત મહિને રશિયન સાંસદો પર પ્રતિબંધ લગાવાયો હતો, જેના જવાબમાં રશિયાએ આ ર્નિણય કર્યો છે. આ ઉપરાંત રશિયાએ કેનેડીયન સેનેટના ૮૭ સભ્યો પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટન સરકારે બે રશિયન વિરુદ્ધ પ્રતિબંધની જાહેરાત કરી છે, જેમાં ચેલ્સી ફૂટબોલ ક્લબના ડાયરેક્ટર યુજીન ટેનેંબોમ અને ચેલ્સીના માલિક રોમ અબ્રામોવિચના સહયોગી ડેવિડ ડેવિડોવિચના નામ સામેલ છે.
