અમેરિકા
અમેરિકાની પ્રતિષ્ઠિત જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સ્માર્ટ ટિશ્યુ ઓટોનોમસ રોબોટ એ ડુક્કરના એક ટીશ્યુ પર આ સર્જરી કરી છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે રોબોટ્સે પ્રાણીઓની અંદર આ સર્જરી મનુષ્યો કરતાં ‘ઘણી સારી’ રીતે કરી. અમેરિકન સંશોધકોએ કહ્યું કે આ ઓપરેશન રોબોટિક્સની દુનિયામાં એક મોટી સફળતા છે, જે ભવિષ્યમાં માનવીનું સંપૂર્ણ રીતે સ્વચાલિત ઓપરેશન કરી શકશે. આ ઓપરેશન દ્વારા રોબોટે ડુક્કરના આંતરડાના બે છેડાને જાેડ્યા. અત્યાર સુધીમાં ૪ પશુઓમાં આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે રોબોટે ઓપરેશન દરમિયાન સારી કામગીરી કરી હતી જેમાં ઉચ્ચ કૌશલ્યની જરૂર હોય છે. આ ઓપરેશનમાં દુનિયામાં પહેલીવાર રોબોટે કોઈપણ માનવ મદદ વગર ઓપરેશન કર્યું. પેટમાં બે આંતરડાને જાેડવાનું કામ સૌથી પડકારજનક હોય છે અને તેના માટે ડૉક્ટરની કુશળતા જરૂરી હોય છે. જરા પણ બેદરકારી કે હાથ હલ્યો તો બીજી જગ્યાએ ટાંકા લાગી જશે અને એના કારણે દર્દીને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડોક્ટર એક્સેલ ક્રિગરે લખ્યું કે અમારું સંશોધન દર્શાવે છે કે આપણે સર્જરીમાં આંતરડાના બે છેડાને જાેડવાનું એક ખૂબ જ મુશ્કેલ અને નાજુક કાર્ય સ્વચાલિત કરી શકીએ છીએ. રોબોટે ચાર પ્રાણીઓમાં આ ઓપરેશન કર્યું અને આ ઓપરેશનમાં માણસો કરતાં વધુ સારા પરિણામો આપ્યા. ડૉ. એક્સેલ જાેન્સ હોપકિન્સ ખાતે ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર છે. નિષ્ણાતોનું કહેવું છે કે રોબોટમાં નવા ફીચર્સ આવવાથી તે વધુ સારી રીતે ઓપરેશન કરી શકશે.
