International

લોકો રસ્તા પર વિચિત્ર હરકતો કરતા જાેવા મળ્યા, ઝોમ્બી વાઈરસ કે ડ્રગ્સનો નશો? વાઈરલ થયો વિડીયો

વોશિંગટન
થોડા દિવસ પહેલા જ વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે બે ડઝનથી પણ વધુ વાયરસ મળી આવ્યા છે. જેમાંથી એક ઝીલ નીચે જમા થયેલો હતો અને તે લગભગ ૪૮,૫૦૦ વર્ષ કરતા પણ જૂનો છે. વૈજ્ઞાનિકોએ ૧૩ નવા પૈથોજેનને પુર્નજીવિત કર્યા છે અને તેમની ખાસિયત જણાવી. તેમને ઝોમ્બી વાયરસ નામ અપાયું છે. રિસર્ચર્સ મુજબ જામી ગયેલા બરફમાં હજારો વર્ષો સુધી આ વાયરસ જીવિત રહ્યા. અમેરિકામાં ફિલાડેલ્ફિયાના રસ્તાઓ પર કેટલાક એવા દ્રશ્યો જાેવા મળ્યા જેના પર સરળતાથી ભરોસો કરી શકાય તેમ નથી. વાયરલ થયેલા વીડિયોને જાેતા એવું લાગે છે કે જાણે કોઈ ઝોમ્બી ધોળે દિવસે રસ્તાઓ પર કોઈ પણ ડર વગર ફરી રહ્યો છે. કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં આ ઘટનાને કેદ કરી લીધી અને પછી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી દીધો. જાે કે એ વાતની હજુ પુષ્ટિ નથી થઈ કે આ ઝોમ્બીના કારણે છે કે પછી ડ્રગ્સના કારણે કે પછી કોઈ પ્રેન્ક વીડિયો બનાવી રહ્યું છે. લોકોએ એ પણ કહ્યું કે બની શકે કે આ કોઈ ફિલ્મના દ્રશ્યનું શુટિંગ ચાલી રહ્યું હોય. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે અમેરિકાના ફિલાડેલ્ફિયાના રસ્તા પર કેટલાક લોકો અજીબોગરીબ હરકત કરી રહ્યા છે. ખુલ્લા મોઢા સાથે ચાલતી યુવતી પગના ટેકે ઝૂકેલી છે અને અર્ધબેભાન અવસ્થામાં ફૂટપાથ પર ચાલવાની કોશિશ કરી રહી છે. આ ક્લિપમાં એક અન્ય વ્યક્તિ પણ શહેરમાં વિચિત્ર હરકત કરતો જાેવા મળ્યો. ટિ્‌વટર પર ર્જ્રંઐહઙ્ઘટ્ઠર્દ્બઙ્મટ્ઠ નામના એકાઉન્ટથી આ વીડિયો શેર કરાયો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ભાઈ યુએસએમાં આ શું થઈ રહ્યું છે? આ વીડિયો અત્યાર સુધીમાં ૨ લાખ ૫૦ હજારથી વધુ વખત જાેવાયો છે. કમેન્ટ બોક્સમાં કેટલાક લોકોએ જૂના વીડિયો પણ શેર કર્યા છે જ્યારે એક યૂઝરે તો નાઈજીરિયાનો પણ વીડિયો શેર કર્યો છે. જેમા લોકો આંખ બંધ કરીને ઊભા છે. એક યૂઝરે લખ્યું કે ‘આ જુઓ જરા…જ્યારે હું ડ્રગ્સ લઉ છું ત્યારે ચંદ્ર પર પહોંચી જઉ છું. સાચું સાંભળ્યું ચંદ્ર પર.’ અન્ય એક યૂઝરે મજાક કરતા નશામાં ધૂત એક વ્યક્તિનો વીડિયો પોસ્ટ કરી દીધો.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *