International

વડાપ્રધાન મોદીએ ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો

કોપેનહેગન
ભારત-નાર્ડિક બીજા સંમેલનની શરૂઆત પહેલા ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતા એક સાથે જાેવા મળ્યા હતા. આ નેતાઓ સાથે પીએમ મોદીની તસવીરને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્‌વીટ કરી છે. તેમણે લખ્યું કે, સ્ટોકહોમમાં વર્ષ ૨૦૧૮માં ભારત અને નોર્ડિક દેશ એક મંચ પર પ્રથમવાર આ પ્રકારના શિખર સંમેલન દ્વારા આવ્યા હતા. પીએમ મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. પહેલાં તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. ત્યારબાદ ડેનમાર્ક પહોંચ્યા હતા. આ શિખર સંમેલન બાદ પીએમ મોદી ફ્રાન્સ જશે. ત્યાં રાષ્ટ્રપતિ મૈંક્રો સાથે મુલાકાત કરશે. આજે પીએમ મોદીની વિદેશ યાત્રાનો છેલ્લો દિવસ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી ભારત પરત ફરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાર્ડિક દેશોની સરકારના પ્રમુખોએ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં ક્રિશ્ચિયનબોર્ગ પેલેસમાં ભારત-નાર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતાઓએ ભાગ લીધો હતો. આ બીજીવાર છે જ્યારે ભારત-નાર્ડિક શિખર સંમેલનનો ભાગ બન્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના ટ્‌વીટ પ્રમાણે ઉભરતી ટેક્નોલોજી, રોકાણ, આર્કટિક, સ્વસ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં નોર્ડિક દેશોની સાથે અમારા સહયોગને વધારવો આ શિખર સંમેલનનું લક્ષ્ય છે. આ ભવિષ્ય માટે ભાગીદારી છે.

India-PM-Narendra-Modi-Participates-in-India-Nordic-Summit-in-Copenhagen.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *