International

વિશ્વમાં અત્યાર સુધી ૧.૫ કરોડ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો ઃ ડબ્લ્યુએચઓનું અનુમાન

વોશીંગ્ટન
દુનિયાના દરેક દેશોમાં આ જીવલેણ વાયરસને કારણે ઘણઆ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષોમાં લગભગ ૧.૫ કરોડ લોકોએ કોરોના વાયરસથી કે સ્વાસ્થ્ય સિસ્ટમ પર તેના ભારે પ્રભાવને કારણે જીવ ગુમાવ્યા છે. મોટા ભાગના મૃત્યુ અમેરિકા, યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં થયા છે. ગુરૂવારે જાહેર થયેલા રિપોર્ટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રસ અધાનમ ધેબ્રેયેસસે આ આંકડાને વિચારનારા ગણાવ્યા, તે પણ કહ્યું કે તેનાથી દેશોએ ભવિષ્યની સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિને ઓછી કરવા માટે પોતાની ક્ષમતાઓથી વધુ રોકાણ કરવા પ્રેરિત થવું જાેઈએ. આ આંકડા વિવિધ દેશોથી રિપોર્ટ કરેલા ડેટા અને આંકડાકીય મોડલિંગ પર આધારિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી થનારા પ્રત્યક્ષ મોત અને મહામારીથી થનારા અન્ય મોતની વચ્ચે અંતર કરવા માટે તત્કાલ આંકડાને તોડ્યા નથી. જ્યાંથી કોરોના શરૂ થયો તે ચીન ફરી મુશ્કેલીમાં છે. ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોનાના ઓમીક્રોન સ્વરૂપનો પ્રસાર રોકવા માટે ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તંત્રએ બેઇજિંગમાં વધુ એક સપ્તાહ શાળા બંધ રાખવાની સાથે રેસ્ટોરન્ટ, બાર, મેટ્રો સ્ટેશન બંધ કરવાનો આદેશ આપ્યો. આશરે ૨.૧ કરોડની વસ્તીવાળા શહેરમાં લોકોને દરરોજ કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેઇજિંગમાં બુધવારે ૪૦ સબવે સ્ટેશન અને ૧૫૮ બસ માર્ગ બંધ રહ્યાં હતા. સ્થગિત કરવામાં આવેલી સેવાઓ અને પ્રતિબંધોથી પ્રભાવિત સ્ટેશન ચાઓયાંગ જિલ્લામાં છે. કોરોના સંકટને જાેતા શાળા-કોલેજાે એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે. સ્થિતિ એવી છે કે લોકોને પકડી પકડીને ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે કોવિડના અત્યંત સંક્રામક સ્વરૂપ ઓમીક્રોનના કહેરને કારણે ચીનની આર્થિક રાજધાની શાંઘાઈ એક મહિના કરતા વધુ સમયથી બંધ છે. અહીં લોકોને ઘરોમાં બંધ કરવામાં આવ્યા છે. શાંઘાઈમાં સતત ૧૩ દિવસથી કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

Corona-Virus-WHO-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *