International

શ્રીલંકાને આર્થિક કટોકટીમાં ભારત યાદ આવ્યું

શ્રીલંકા
કોલંબો પોર્ટ પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ ના નિર્માણ માટેના કરારમાંથી ભારત અને જાપાનને બાકાત રાખવામાં આવ્યા હતા. હવે શ્રીલંકા કટોકટીનો સામનો કરવામાં મદદ માટે ભારત તરફ વળે છે અને વસ્તુઓ સારી રીતે ચાલી રહી હોય તેવું લાગે છે. શ્રીલંકાએ આ મહિનાની શરૂઆતમાં દ્વિપક્ષીય ઉર્જા સુરક્ષા માટે નિર્ણાયક ગણાતા ત્રિંકોમાલી ટેન્ક ફાર્મ વિકસાવવા માટેના પ્રસ્તાવિત કરારને મંજૂરી આપી હતી. મિલિંદાએ જણાવ્યું હતું કે કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ પર પણ કામ આવતા મહિને શરૂ થવાની અપેક્ષા છે, જે અદાણી જૂથ દ્વારા વિકસાવવામાં આવી રહી છે. શ્રીલંકાના નાણા પ્રધાન બાસિલ રાજપક્ષેએ તાજેતરમાં વિદેશ પ્રધાનને ખાતરી આપી હતી કે કોલંબો ઘણા ક્ષેત્રોમાં ભારતીય રોકાણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે કામ કરશે.ચીનના દેવામાં ડૂબેલા શ્રીલંકાને સૌથી મોટી મદદ ભારત તરફથી મળી રહી છે. શ્રીલંકા પોતે આ વાત સ્વીકારી રહ્યું છે. શ્રીલંકાના હાઈ કમિશનર મિલિંદા મોરાગોડાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત દ્વારા તૈયાર કરાયેલ આર્થિક રોડમેપ તેના પડોશી ટાપુ દેશ પર વધતા દેવાની કટોકટી હળવી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આનાથી બંને દેશો વચ્ચે વિશ્વાસની કમી દૂર થશે અને દેશમાં ચીનની વધતી ગતિવિધિઓની ચિંતાઓને દૂર કરવામાં પણ મદદ મળશે. એક ઇન્ટરવ્યુમાં મિલિંદાએ કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાના અર્થતંત્રના પુનઃરચના માટેના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે અને ભારત આ પ્રક્રિયાની અગત્યની ચાવી બનવા જઈ રહ્યું છે. આ વાતચીતના એક દિવસ પહેલા ભારતે શ્રીલંકાને પેટ્રોલિયમ પ્રોડક્ટસ ખરીદવામાં મદદ કરવા માટે ૫૦૦ મિલિયન ડોલરની ક્રેડિટ લાઇનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે એકવાર અમે પાવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરી દઈએ જેમાં ભારત હંમેશા સહયોગી રહ્યું છે તો બાકીની ચિંતાઓ આપોઆપ દૂર થઈ જશે. મિલિંદાએ કહ્યું કે આપણે યોજના સાથે આગળ વધવું જાેઈએ, મક્કમ રહેવું જાેઈએ અને બાકીનું બધું જાતે જ થઈ જશે. હાઈ કમિશનરે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને ગેસ, પાવર, બંદરો અને કનેક્ટિવિટી, નિકાસ, ઉત્પાદન અને પર્યટન એ સહકાર માટેના મુખ્ય ક્ષેત્રો છે, જે સંબંધોને અર્થપૂર્ણ રીતે આગળ લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે ઘણા લોકો ચીનના દેવાને શ્રીલંકાના આર્થિક સંકટ તરીકે જુએ છે. વર્તમાન આર્થિક કટોકટી વર્ષોથી વધુ પડતા ખર્ચનું પરિણામ છે અને તેના માટે અન્ય કોઈ દેશને દોષ આપવો પાયાવિહોણું છે. મિલિંદાએ કહ્યું કે મારા મતે સૌથી મોટી વાત એ છે કે ભારત અમારા અર્થતંત્રની ચાવી છે. ભારત આમાંથી બહાર આવવામાં મદદ કરશે. રિકવરી માટે શ્રીલંકાનું મુખ્ય આર્થિક ક્ષેત્ર પ્રવાસન હશે અને ભારત તેનું સૌથી મોટું બજાર છે. ભારત સરકાર ગયા વર્ષે ચિંતિત હતી કે શ્રીલંકાની સરકાર ચીની પ્રોજેક્ટ્‌સ પર ખૂબ ઝડપથી કામ કરી રહી છે.

Sri-Lanka-High-Commissioner-Milinda-Moragoda.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *