હોંગકોંગ
હોંગકોંગના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના સંક્રમિત વ્યક્તિ માટેની દિનચર્યા નક્કી કરેલી છે. સવારે આઠ વાગે એલાર્મ વાગતાં તેને ઊઠવાનું હોય છે. તેને નક્કી સમયે ભોજન આપવામાં આવે છે. બાકીનો દિવસ નેટફ્લિક્સ કે સોશિયલ મીડિયા પર વીતે છે. વોર્ડમાં રહેતાં દર્દીઓ માટે બપોરનો સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ હોય છે. કેમ કે બપોર પડતાં સુધીમાં તો તે સોશિયલ મીડિયા અને નેટફ્લિક્સથી પણ ઊઠી ગયો હતો. આઇસોલેશન વોર્ડમાં રહેલા દર્દીની સૌથી મોટી મુશ્કેલી એ છે કે બે વાર નેગેટિવ રિપોર્ટ આવે તે પછી પણ દર્દીને બે સપ્તાહ સુધી આઇસોલેટ રહેવું પડે છે. તેથી એક વાર વોર્ડમાં પહોંચ્યા પછી તબીબ કે દર્દી બેમાંથી કોઇ નક્કી નથી કરી શકતા કે દર્દી આઇસોલેશન વોર્ડમાંથી બહાર ક્યારે આવશે.વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના ત્રીજા મોજાના પ્રકોપથી બચવા માટે આ વખતે એક પણ દેશ છૂટછાટ નથી આપવા માંગી રહ્યો. તેવામાં તમામ દેશો કડક નિયમોનો અમલ કરાવી રહ્યા છે, પરંતુ ચીન અને હોંગકોંગ બે જ એવા દેશો છે કે જે ઝીરો કોવિડ નીતિ પર કામ કરી રહ્યા છે. અહીં આઇસોલેશનના નિયમો વિશ્વના અન્ય દેશો કરતાં કઠોર છે. આઇસોલેશન વોર્ડમાં જનારી વ્યક્તિને તે બાબતની પણ જાણકારી નથી હોતી કે તે ઘેર પાછો ક્યારે આવશે. લંડનથી હોંગકોંગ ગયેલી એક વ્યક્તિને આઇસોલેટ કરવામાં આવી હતી. ત્રણ સપ્તાહ વીતી ગયા પરંતુ તે આઇસોલેટ જ છે. મીડિયા અહેવાલ મુજબ તે વ્યક્તિ ૧૯ ડિસેમ્બરે હોંગકોંગ પહોંચી હતી. કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ઉપરાંત તેણે ભૂસ્ટર ડોઝ પણ લીધેલો હતો. લંડન વિમાની મથકેથી વિમાનમાં બેસતી વખતે પહેલાં કરાવેલી કોરોના તપાસનો નેગેટિવ અહેવાલ આવ્યો હતો. પરંતુ હોંગકોંગ પહોંચી જતાં જ સંક્રમિત થઇ ગયો હતો. ત્રણ સપ્તાહ વીતી જવા થતાં આઇસોલેટ છે. તે વ્યક્તિને એવું લાગે છે કે તે શાળામાં ભણવા પાછો આવી ગયો છે અને છાત્રાલયમાં રહી રહ્યો છે. આઇસોલેશન વોર્ડમાં સવારે ઊઠવાથી માંડીને સૂવાનો અને ભોજનનો સમય પણ નક્કી છે.
