હોંગકોંગ
હોંગકોંગના એક સ્ટોરમાં કર્મચારીને ડેલ્ટા વેરિયન્ટ થયા બાદ સ્ટોરમાં ઉપલબ્ધ તમામ જીવોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૧ હેમ્સ્ટર પોઝિટિવ મળી આવ્યા છે. કોવિડ-૧૯નો વાયરસ માનવીમાંથી ઉંદરમાં ગયો હોવાની સંભાવના છે. જાે કે, ઉંદર અગાઉથી જ પોઝિટીવ હતા કે નહીં તેની તપાસ થઈ રહી છે. ઉંદરોમાં કોરોના ફેલાતાં પ્રશાસને ઝીરો કોવિડ પોલિસી હેઠળ ૨,૦૦૦ ઉંદરોને મારી નાખવાનો આદેશ જારી કર્યો છે. શહેરમાં સસલા અને ચામાચિડિયા સહિત જીવોના પરીક્ષણ માટે સેંકડો સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી ચેપ માત્ર ઉંદરોમાં જ જાેવા મળ્યો છે.હોંગકોંગમાં મંગળવારે ૨,૦૦૦ હેમ્સ્ટરને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પેટ સ્ટોરમાં કેટલાક ઉંદરો કોવિડ-૧૯થી સંક્રમિત જાેવા મળ્યા હતા. જેથી પાલતુ પ્રાણીના માલિકોને પાલતુ પ્રાણી, જીવ-જંતુઓના સંપર્કમાં ન આવવા સલાહ આપી છે. ઉંદર સિવાય વિશ્વમાં કેટલાક લોકોના ઘરમાં પાલતુ પ્રાણીઓ છે. કોવિડ મહામારીના દોરમાં તેનાથી દૂર રહેવા સલાહ છે. હોંગકોંગના આરોગ્ય સચિવ સોફિયા ચાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, એવા કોઈ પુરાવા નથી કે પાળેલા જીવો મનુષ્યને ચેપ લગાવી શકે છે, પરંતુ કૂતરાની પ્રજાતિઓની આયાત અને નિકાસ પર હાલ પ્રતિબંધ મૂકવો જાેઈએ. તેમજ લોકોએ સાવચેત રહેવુ જાેઈએ. કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને સંરક્ષણ વિભાગના ડિરેક્ટર લેઉંગ સિઉ-ફઈ લેઉંગ અનુસાર, પાલતુ પ્રાણીના માલિકોએ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જાેઈએ. પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી હાથ બરાબર ધોવા જાેઈએ. તેમના ખોરાક અથવા અન્ય વસ્તુઓને એક જગ્યાએ રાખવા જાેઈએ. તેમજ તેને સ્પર્શ કે ચુંબન કરવાનું ટાળવું જાેઈએ. સાઉથ આફ્રિકાના સિંહોને પણ કોરોનાની ગંભીર અસર થઈ હોવાના અહેવાલો મળ્યા છે. પ્રાણીસંગ્રહાલયની જાળવણી કરતાં લોકોમાંથી સિંહોને કોવિડનો નવો વેરિયન્ટ ગંભીર રીતે અસર કરી રહ્યો છે. પ્રેટોરિયા યુનિવર્સિટીએ પ્રાણીઓમાં કોવિડ-૧૯નો વાયરસ ૨૩ દિવસ સુધી રહેતો હોવાનો રિપોર્ટ આપ્યો છે. ૨૩ દિવસ બાદ પ્રાણી સંપૂર્ણપણે સ્વસ્થ થાય છે.
