International

૨૦૦ કરોડની લોટરીની વાત પત્નીથી છુપાવી, કહ્યું- ધમંડી ન બને તે માટે ન વાત કરી

ચીન
એક શખ્સ રાતોરાત અબજાેપતિ બની ગયો, તેના ખાતામાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા થઈ ગઈ. પણ આટલી મોટી રકમ મળ્યા બાદ તેણે પરિવારના કોઈ સભ્યોને આ વાત કહી નહીં. શખ્સે પોતાની પત્ની અને બાળકોને પણ આ વાત ન કહી. અબજાે રૂપિયાના માલિક બનેલા આ શખ્સે આ વાત છુપાવવા પાછળનું રસપ્રદ કારણ પણ જણાવ્યું છે. હકીકતમાં જાેઈએ તો, શખ્સને લાગ્યું કે, જ્યારે તેના ઘરવાળાઓને આ વાતની ખબર પડશે કે તેણે ૨ અબજ રૂપિયાની લોટરી લાગી છે, તો તે ઘમંડી થઈ જશે અને આળસું બની જશે, એટલા માટે અબજાેપતિ બનવાની આ વાત પત્ની અને બાળકોને ન બતાવી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, દક્ષિણી ચીનના ગુઆંગ્શી જુઆંગ પ્રાંતમાં રહેતા આ શખ્સને લોટરીમાં ૨૨૦ મિલિયન યુઆન એટલે કે, લગભગ ૨ અબજ ૫૦ કરોડ રૂપિયા જીત્યા. તેણે ૪૦ લોટરી ખરીદી હતી. જેમાંથી ૭ ટિકિટમાં તેને ઈનામ લાગ્યું. દરેક વિજેતા ટિકિટને ૫.૪૫ મિલિયન યુઆનની ઈનામ સ્વરુપે આપવામાં આવતું હતું. કહેવાય છે કે આ શખ્સે ૨૪ ઓક્ટોબરે પોતાની ઈનામી રાશિ ગુઆંગ્શી વેલફેર લોટરી ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરથી લીધી હતી. ઈનામની રકમ મળ્યા બાદ તેેમ ચેરિટી માટે ૧૫ કરોડ રૂપિયા દાન કરી દીધા. ઈનામની રકમ લેવા દરમિયાન શખ્સે એક કાર્ટૂનવાળો પોશાક પહેરી રાખ્યો હતો, જેથી પરિવારના લોકો તેને ઓળખી શકે નહીં. ઈનામ જીત્યા બાદ શખ્સ અત્યંત ખુશ હતો. તેણે કહ્યું હું આ ઉત્સાહને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો હતો. મેં પોતાના પરિવાર અને મિત્રોને આના વિશે બતાવ્યું નહોતું. ત્યાં સુધી કે પત્ની અને બાળકોને પણ નહીં, કારણ કે મને ચિંતા હતી કે ખબર પડશે તો, તે અન્ય લોકો કરતા પોતાની જાતને મહાન સમજવા લાગશે અને ભવિષ્યમાં મહેનત અને અભ્યાસમાં પણ ધ્યાન નહીં આપે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *