National

ઈમરાન ખાન ૨૪મી ફેબ્રુઆરીએ મોસ્કોની મુલાકાતે જઈ શકે છે

ઈસ્લામાબાદ
ઈમરાન ૪ ફેબ્રુઆરીએ ચીનની મુલાકાતે ગયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડ ડીલ અને ઘણા કરાર થશે. આ સિવાય ચીને ફરી એકવાર પાકિસ્તાનને ૩ અબજ ડૉલરની લોન આપશે. જાે કે, ઈમરાન પોતાના કેબિનેટ કાફલા સાથે ખાલી હાથે પરત ફર્યા હતા. કોઈ સમાધાન થયું ન હતું અને કોઈ લોન પણ મળી ન હતી. આ વખતે ખાન સાહેબ રશિયા જવાના છે. નવાઝ શરીફ ૧૯૯૯માં મોસ્કો ગયા હતા. ત્યારપછી પાકિસ્તાની વડાપ્રધાનની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. અહીં પણ પાકિસ્તાનની લોન માંગવાની જ તૈયારી છે. નાણામંત્રી શૌકત તારીન આ અંગે પહાલાથી જ સંકેત આપી ચૂક્યા છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે વડાપ્રધાનન ઈમરાન ખાનના રશિયાના પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ઈમરાન ખાન ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ મોસ્કોની મુલાકાત લેશે. આ દરમિયાન તેમની મુલાકાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થશે. અગાઉ એવી અટકળો હતી કે આ પ્રવાસ ગમે ત્યારે સ્થગિત થઈ શકે છે. તેનું કારણ એ હતું કે રશિયાના રાષ્ટ્રપતિ હાલના દિવસોમાં યુક્રેનના મુદ્દે ખૂબ જ વ્યસ્ત છે. સાથે જ એવો પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું ઈમરાન ખરેખર વડાપ્રધાન તરીકે રશિયાની મુલાકાત લઈ શકશે. તેનું કારણ એ છે કે આ સપ્તાહે વિપક્ષ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. સમીકરણ ઈમરાનની તરફેણમાં જાય તેવું લાગતું નથી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈમરાનની સાથે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી, દ્ગજીછ મોઈદ યુસુફ અને સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ પણ જશે. જાે કે, પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું ઈમરાન વઝીર-એ-આઝમ તરીકે રશિયા જઈ શકશે? જાે આ પહેલા વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે છે તો ખાનની મુશ્કેલીમાં વધારો થવાનો છે. શક્યતા વધુ છે કે તેમની ખુરશી જ જતી રહે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૪૨ સીટો છે. સરકાર બનાવવા માટે ૧૭૭ સીટોની જરૂર હોય છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાસે હાલમાં ૧૫૬ સીટો છે. સાથી પક્ષો ઈમરાન સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે. જાે સાથી પક્ષોને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવેલો દાવો સાચો નીકળે છે તો ઈમરાન ખાનની ખુરશી જઈ શકે છે. વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ઈમરાન માટે આ વખતે સરકાર બચાવવી ઘણી મુશ્કેલ હશે. વાસ્તવમાં, ગત વખતે મોટા ઉદ્યોગપતિ જહાંગીર તરીનના કહેવા પર ૨૦ સાંસદોએ ઈમરાનની તરફેણમાં મતદાન કર્યું હતું. આ વખતે ઈમરાન અને તરીન વચ્ચે છત્રીસનો આંકડો છે. ઈમરાન ખાન ૨૦૨૧માં સરકાર બચાવવામાં સફળ રહ્યા હતા. ફ્લોર ટેસ્ટ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનની તરફેણમાં ૧૭૮ મત પડ્યા હતા. વિધાનસભાની બહાર ભારે હોબાળો થયો હતો. મુસ્લિમ લીગના નેતા મરિયમ નવાઝ પર ઈમરાન ખાનના સમર્થકોએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈમરાન સરકારને વિશ્વાસ મત મેળવવા માટે ૧૭૨ મતોની જરૂર હતી, પરંતુ તેમને ૧૭૮ મત મળ્યા હતા.

imran-khan-in-moscow.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *