National

ઉત્તરાખંડનાં પૌડીમાં અંકિતા ભંડારીના પિતા જીૈં્‌ તપાસથી સંતુષ્ઠ નથી

પૌડી
ઉતરાખંડના પૌડીમાં અંકિતા ભંડારીના પિતાએ અંકિતા હત્યાકાંડની તપાસ સીબીઆઇથી કરાવવાની માંગ કરી છે. તેમનું કહેવુ છે કે તે એસઆઇટીની તપાસથી સંતુષ્ટ નથી આ કારણે હત્યાકાંડની તપાસ સીબીઆઇથી કરાવવાની માંગ કરી રહ્યાં છે. એ યાદ રહે કે અંકિતાને ન્યાય અપાવવાની માંગ સાથે તેના ધરેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં પ્રદેશભરથી આવેલા છાત્ર નેતાઓથી લઇ સ્થાનિક લોકો પણ સામેલ થયા હતાં આ તિરંગા યાત્રા વનંતરા રિઝોર્ટ ગઇ હતી. આ યાત્રામાં સામેલ લોકોએ અંકિતા હત્યાકાંડની તપાસ સીબીઆઇથી કરાવવાની માંગ સરકારથી કરી છે સ્થાનિક લોકોની સાથે સાથે છાત્ર નેતાઓએ કહ્યું કે અંકિતાને જયાં સુધી ન્યાય મળશે નહીં ત્યાં સુધી અંકિતા માટે તેમનો સંધર્ષ જારી રહેશે. એ યાદ રહે કે અંકિતાના ગુમ થવાના મામલામાં ૨૩ સપ્ટેમ્બરે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમણે પુછપરછમાં અંકિતાની હત્યા કરવાની વાત સ્વીકારી હતી આરોપીઓની નિશાનદેહી પર અંકિતાનું શબ ૨૪ સપ્ટેમ્બરે ચીલા નહેરથી કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતાં કહેવાય છે કે વનંતરામાં રિસેપ્શનિસ્ટ અંકિતા પર રિજાેર્ટમાં આવનારા વીઆઇપી મહેમાનોને વિશેષ સર્વિસ આપવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું હતું તેની પુષ્ટી વોટ્‌સએપ ચેટથી થઇ છે.મેસેજમાં અંકિતાએ પોતાના મિત્રોને લખ્યું હતું કે હું ગરીબ હોઇ શકુ છું પરંતુ ૧૦ હજાર રૂપિયા માટે ખુદને વેચીશ નહીં

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *