બર્મિઘમ
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતે ત્રીજાે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ૨૦ વર્ષીય અચિંત શુલીએ પુરુષોની વેટલિફ્ટિંગ ૭૩ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અચિંતાએ સ્નેચમાં રેકોર્ડ ૧૪૩ કિલો વજન ઉપાડ્યુ જ્યારે તે ક્લીન એન્ડ જર્કમાં ૧૭૦ કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યો. ૨૦ વર્ષીય ખેલાડી અચિંતાએ કુલ રેકોર્ડ ૩૧૩ કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો. મલેશિયાની એરી હિદાયત સિલ્વર જીતવામાં સફળ રહી હતી. મલેશિયન એથ્લેટે કુલ ૩૦૩ કિલો વજન ઉપાડ્યુ. આ સાથે જ કેનેડાને બ્રોન્ઝ મેડલ મળ્યો. તમને જણાવી દઈએ કે વેઈટલિફ્ટિંગની ફાઈનલ મેચની શરૂઆત પહેલા જ અચિંતાને જીતનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. તેણે ૨૦૨૧ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલુ જ નહિ આ જ વર્ષે શુલીએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બર્મિંગહામ ગેમ્સમાં ભારતનો આ છઠ્ઠો મેડલ હતો જેમાં ૩ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે ભારતને તમામ મેડલ માત્ર વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા છે. અચિંતા શુલી પહેલા મીરાબાઈ ચાનુ અને જેરેમી લાલરિનુંગાએ પણ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા. વળી, સંકેત સરગર અને બિંદિયારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજ પૂજારી બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યો હતો. ઝ્રઉય્ ૨૦૨૨માં વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ મેળવનારો દેશ પણ ભારત છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ એએનઆઈ સાથે વાત કરતાં અચિંતા શુલીએ કહ્યુ કે હું ખૂબ જ ખુશ છુ. મેં ઘણા સંઘર્ષ બાદ આ મેડલ જીત્યો છે. હું આ મેડલ મારા ભાઈ અને કોચને સમર્પિત કરીશ. તે પછી હું ઓલિમ્પિકની તૈયારી કરીશ.

