National

જયલલિતાના મોત પાછળ નજીકની મિત્ર પર તેમના અંગત ડૉક્ટર સહિત એક વરિષ્ઠ અધિકારી પણ શંકાના દાયરામાં

ચેન્નાઇ
તમિલનાડુ સરકારે પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના મૃત્યુનો તપાસ રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. આ રિપોર્ટમાં જયલલિતાની ગાઢ મિત્ર શશિકલાની ભૂમિતા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ તેમના અંગત ડૉક્ટર સહિત એક વરિષ્ઠ અધિકારી પણ શંકાના દાયરામાં છે. જયલલિતાના મોતની તપાસ માટે નિવૃત જજ એ. અરુમુગાસામીની અધ્યક્ષતામાં એક સભ્યની સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ રાજ્ય સરકારને ૫૦૦ પાનાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જયલલિતા(અમ્મા) અને શશિકલા(ચિનમ્મા) વચ્ચે સારા સંબંધ ન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમ્માના મોતને નેચરલ ડેથની જગ્યાએ ક્રાઈમ માનીને તપાસ કરાવામાં આવે. સમિતિએ તેમના મૃત્યુની વિગતવાર તપાસની પણ ભલામણ કરી છે.જયલલિતાના મૃત્યુ પછી, એઆઈડીએમકેએ શશિકલાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. તસવીર તે સમયની છે.૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં જયલલિતાનું નિધન થયું હતું. તેઓ ૨ મહિના સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે તેઓ મુખ્યમંત્રી પદ પર હતા. મેડિકલ બુલેટિનમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક દર્શાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે શશિકલા બીમાર પડવાથી લઈ મૃત્યુ સુધી જયલલિતા સાથે હાજર રહી હતી. તપાસ અહેવાલમાં ૪ મુખ્ય પાત્રો ઃ ૧. વીકે શશિકલા- જયલલિતાના નજીકના સાથી. તેમના નિવાસસ્થાને રહેતા હતા. બીમાર પડવાથી લઈને મૃત્યુ સુધી તેઓ હંમેશા સાથે હતા. ૨. ડૉ. કે.એસ. શિવકુમાર- મુખ્યમંત્રી જયલલિતાના અંગત ડૉક્ટર, જયલલિતા જ્યારે બીમાર પડ્યા ત્યારે તેમણે પ્રાથમિક સારવાર આપી. ૩. રાધાકૃષ્ણન- તમિલનાડુના સ્વાસ્થ્ય સચિવ હતા, જેઓ જયલલિતાના સ્વાસ્થ્ય પર નજર રાખતા હતા.૪. સી વિજયભાસ્કર- તત્કાલીન આરોગ્ય મંત્રી અને જયલલિતાના ગાઢ હતા. બુલેટિન જારી કરવાથી લઈને હેલ્થ અપડેટ્‌સ આપવા સુધીનું કામ કરતા હતા. ૨૦૧૧માં જયલલિતા અને શશિકલા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જાેકે, એક વર્ષ બાદ બંને ફરી સાથે આવ્યા હતા.૨૦૧૧માં જયલલિતા અને શશિકલા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જાેકે, એક વર્ષ બાદ બંને ફરી સાથે આવ્યા હતા. પન્નીરસેલ્વમના નેતૃત્વમાં જયલલિતાની પાર્ટી છૈંછડ્ઢસ્દ્ભના ઘણા નેતાઓએ તેમના મૃત્યુ પર સવાલ ઉઠાવ્યા હતા. નેતાઓએ કહ્યું કે તેમની સહાયક શશિકલા અને તેમના પરિવારના સભ્યોએ આ મામલે ઘણું છુપાવ્યું હતું. આ પછી, પલ્લાનીસ્વામી સરકારે તપાસ શરૂ કરી. ૧૯૯૧માં જયલલિતાના ગાઢ બન્યા હતા, ચિનમ્મા નામથી પ્રખ્યાત ૧૯૧૧માં જયલલિતા પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે શશિકલા તેમના ગાઢ બન્યા હતા. પહેલા શશિકલા વીડિયોગ્રાફીનું કામ કરતી હતી. બંનેની જાેડી તમિલ રાજકારણમાં એટલી પ્રખ્યાત થઈ ગઈ કે લોકો જયલલિતા અમ્મા અને શશિકલાને ચિનમ્મા કહેવા લાગ્યા.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *