જાપાન
રાજામૌલિની ફિલ્મ ઇઇઇને જાપાનમાં રેકોર્ડ બ્રેક રિસ્પોન્સ મળ્યો છે. રિલીઝની સાથે ઓપનિંગ ડે પર સૌથી વધુ કલેક્શન મેળવનારી ઈન્ડિયન ફિલ્મ તરીકે ઇઇઇને સ્થાન મળ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મને ૧૮ મિલિયન યેન (૧.૦૬ કરોડ રૂ.) પહેલા દિવસે મળ્યા છે. અગાઉ પ્રભાસની ફિલ્મ સાહોના નામે આ રેકોર્ડ હતો અને તેને રૂ.૯૦ લાખનું કલેક્શન મળ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ, રવિવાર સુધીમાં ઇઇઇનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ.૩.૫ કરોડને આંબી જશે. ફિલ્મના પ્રમોશન માટે રાજમૌલિની સાથે રામ ચરણ અને જુનિયર એનટીઆર જાપાનની મુલાકાતે છે. તેમની આ ટ્રિપમાં પરિવાર પણ જાેડાયો છે અને આ સ્ટાર્સની જાપાન ટુરના ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં ફિલ્મ જાેનારા ફેન્સ સાથે જુનિયર એનટીઆરની મુલાકાત છે, જેઓ આંખમાં આંસુ અને ચિચિયારીઓ સાથે તેમને વખાણી રહ્યા છે. અન્ય વીડિયોમાં હોટલની ટીમે ઇઇઇની ટીમને હૃદયસ્પર્શી પત્ર આપ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ઇઇઇના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. શનિવારે ધ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી યાદીમાં ઇઇઇ સહિત ૨૫ ફિલ્મનો સમાવેશ થાય છે.


