વ્યારા
જૂના બેજ ગામમાં મુલાકાત લેવાય છે, અને ગામના આરોગ્ય રસ્તા વીજળી અને શિક્ષણના પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરાય છે. અને ટૂંક સમયમાં તમામ સમસ્યાનું નિરાકરણ થાય એ માટે કામગીરી હાથ ધરી દીધી છે. ૨૨ બાળકો નો અભ્યાસક્રમ ગામમાં જ ચાલુ કરી દેવાશે. જુના બેહ ગામમાં વર્ષ ૨૦૧૬માં સોલર લાઈટ આપવામાં આવી હતી, જેમાં બેટરી ખરાબ થઈ જતા હાલ સોલર પ્રોજેક્ટ નકામો બની ગયો છે. જેને લઇને ડીડીઓ દ્વારા તાત્કાલિક જીઈબીમાં નાખનાર કંપનીની પાસે તમામ વિગતો મંગાવી છે, અને શક્ય હોય તો બેટરીઓ રીપેર કરવામાં આવશે અથવા તો નવી નાખવા માટેની કામગીરી હાથ ધરવા માટે જણાવેલ છે. આ ગામમાં માછીમારી અને પશુ પાલન આવકના સાધન છે જેથી મિશન મંગલમ અને સ્વ સહાય જૂથ યોજના હેઠળ ગામની મહિલાઓ નો સમાવેશ કરાશે તેમને પશુપાલન માટે તેમજ રોજગારી ઊભી કરવા માટે લોન અપાશે. તેમજ યોજનાની જાણ કરવામાં આવશે. તેમજ માછીમારી કરતા ગ્રામજનો માટે નવી મત્સ્ય મંડળીની સ્થાપના કરી વિવિધ લાભો અપાશે. તાપી જિલ્લાના જુનાબેજ ગામના મુલાકાતમાં રવિવારે તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા., તાપી જિલ્લા નિયામક. જે.જે.નિનામા, કુકુરમુંડા તાલુકા વિકાસ અધિકારી નાઝનીનબેન દેસાઈ, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા સહિત ૧૦થી વધુ અધિકારીઓની ટિમ મુલાકાત લીધી હતી. ગામના ઇતિહાસમાં પ્રથમ વખત ડીડીઓએ આ ગામની મુલાકાતે આવ્યા સાથે તમામ વિભાગના કર્મચારીઓ બોલાવ્યા હતા.ગામમાં શિક્ષણ આરોગ્ય, વીજળી અને રસ્તાની કોઈ સુવિધા ન હોવાની, તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયાએ તમામ વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે વિજીટ કરવાની સૂચના આપી હતી, જેથી રવિવારે જિલ્લા વિકાસ અધિકારી તેમજ ટી.એસ પી અને ડીઆરડીએના અધિકારી જે. જે. નીનામા અને તાપી જિલ્લાની માર્ગ-મકાનની ટીમ, આરોગ્યની ટીમ અને શિક્ષણની ટીમના અધિકારીઓ નાવડીના સહારે ગામમાં પહોંચ્યા હતા., અને ગામમાં ફરીને પડતી મુશ્કેલીઓને જાણી હતી. ત્યારબાદ ગ્રામજનોને સવિસ્તાર માહિતી આપી હતી. અધિકારીઓએ ૪ કલાક સુધી ગામમાં બેઠક યોજી ગામની તમામ માહિતી મેળવી, જે બાબતે સમીક્ષા કરી હતી. દુવિધાઓનો નિકાલ કેવી રીતે કરવો જે બાબતે જેતે વહીવટી અધિકારી પાસે જાણકારી લેવામાં આવી હતી. અને જેટલી વહેલી ગ્રામજનોને સુવિધા કાર્યરત કરાય, તેને પ્રથમ પ્રાધાન્ય આપી શરૂ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. ૨૨ બાળકોને ગામની એક શિક્ષિત યુવતી (બાળ મિત્ર યોજના) દ્વારા ગામમાં હાલ એક ઘરમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. બાળકોને જરૂરિયાત મુજબની તમામ શૈક્ષણિક વસ્તુઓ આપી દેવામાં આવશે. બાલભોગ, શક્તિ ભોગ અંતર્ગત નાના બાળકોને વિવિધ સહાય અપાશે તેમજ ધોરણ ૧૦ બાદ આગળ ભણવા માંગતા બાળકોને સ્થાનિક હોસ્ટેલમાં પ્રાથમિકતા મળશે. અઠવાડિયામાં એક વાર આંગણવાડી બેનને ગામમાં મોકલવામાં આવશે ગર્ભવતી મહિલાઓ અને બાળકોઓને સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ પહોંચાડાશે.