National

ટોલીવૂડ સુપરસ્ટાર મહેશ બાબુના માતા ઈન્દિરા દેવીનું નિધન

હૈદરાબાદ
સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી છેલ્લા કેટલાક અઠવાડિયાથી નાદુરસ્ત હતા અને તેમની હૈદરાબાદની છૈંય્ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, તેણીને કેટલાક સમયથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બુધવારે વહેલી સવારે તેણીએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ સપ્તાહમાં તેણીને છૈંય્ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મહેશ બાબુએ ઘણી વખત તેની મુલાકાત લીધી હતી. સુપરસ્ટાર કૃષ્ણા ગરુનું વિજર્યનિમલા સાથે લગ્નને બાદ થોડા સમયમાં નિધન થયું હતું. આ બાદ ઇન્દિરા દેવી એકલા રહ્યા હતા. સુપરસ્ટાર મહેશ બાબુની ઈન્દિરા દેવી લાંબા સમયથી ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા. જણાવી દઈએ કે, મહેશ બાબુ તેમની સાથે રહી તેની માતાની સંભાળ રાખતા હતા. મહેશ બાબુને તેમની વર્તમાન ફિલ્મ “જીજીસ્મ્૨૮”ના શૂટિંગ શેડ્યૂલમાંથી લાંબો બ્રેક મળતા જ તેઓ માતા ઇન્દિરા દેવીની નિયમિતપણે સંભાળ રાખતા હતા. તેલંગાણાની ્‌ઇજી પાર્ટીના નેતા વાય સતીશ રેડ્ડીએ દુઃ વ્યક્ત કરતા જણાવ્યું કે, સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી ગરુનું નિધન! તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે. મહેશ બાબુની તેમની માતા સાથે ખૂબ જ સારી બોન્ડિંગ જાેવા મળતી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા અનેક વખત માતા ઇન્દિરા દેવી અંગે લખ્યુ છે. તાજેતરમાં જ મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું હતું. આ બાદ આજે, હવે તેમની માતાનું અવસાન થયું છે. આ ઘટનાથી પરિવારના તમામ સભ્યો તેના ઘરે દોડી આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં કરવામાં આવશે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *