National

પાકના વિદેશ મંત્રી સાઉદી રાજદૂત તરફ જૂતું રાખતા ટ્રોલ થયા

પાકિસ્તાન
પાકિસ્તાને સાઉદી અરેબિયા સામે લોન માટે અરજી કરવી પડી હતી. જાે કે બંને દેશોની મિત્રતા કોઈનાથી છુપી નથી. આ વર્ષે નવેમ્બરમાં ઈમરાન ખાને દેવાની મદદથી પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે સાઉદી અરેબિયા પાસેથી ત્રણ અબજ ડોલરની લોન લીધી છે. પાકિસ્તાને તેની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે સાઉદી અરેબિયા પાસે મદદ માંગી હતી. આ રકમ તેનો એક ભાગ છે. પરંતુ અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે પાકિસ્તાનને આ પૈસા ૪ ટકાના વ્યાજ દરે મળ્યા છે.પાડોશી દેશ પાકિસ્તાન પર ભલે ગમે તેટલું દેવું હોય,પરંતુ તેમના મંત્રીઓનો ઘમંડ અવારનવાર સામે આવે છે. આ વખતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી કોઈ દુશ્મન દેશ સામે નહીં, પરંતુ તેને ઉછીના પૈસા આપનાર દેશ સાઉદી અરેબિયા સામે અક્કડ બતાવી છે. વિદેશ મંત્રી કુરેશીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પાકિસ્તાનમાં સાઉદી રાજદૂતની સામે અપમાનજનક રીતે બેઠેલા જાેવા મળી રહ્યા છે. ઈસ્લામાબાદમાં સાઉદી રાજદૂત નવાફ બિન સૈદ અલ મલ્કીની સામે અકળાઈને બેઠેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં, આ તસવીરમાં કુરેશીએ સાઉદી રાજદૂત તરફ પોતાનું જૂતું બતાવ્યું છે. સાઉદીના લોકો મંત્રીની આ વાહિયાતતાથી ખૂબ નારાજ છે. પરંતુ પાકિસ્તાનીઓએ ટિ્‌વટર પર તેને ‘શરમજનક’, ‘અપમાન’ અને ‘અન-ઇસ્લામિક’ તરીકે લીધું હોય તેવું લાગે છે. ૈંજીઈજીર્ઝ્રંના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અબ્દુલ અઝીઝ સહિત અન્ય ઘણા ટિ્‌વટર યુઝર્સ લખ્યું કે ‘ઈસ્લામ અનુસાર અનાદર’ ગણાવતા લખ્યું કે સાઉદી રાજદૂતની સામે પગ ઉંચા કરીને વિદેશ પ્રધાનનું વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, આદર મહેમાન એ ઇસ્લામનો શિષ્ટાચાર છે. અન્ય એક યુઝરે લખ્યું કે અમારા તમામ સાઉદી મિત્રો માફ કરશો અમારા વિદેશ મંત્રીએ જે કર્યું તે અહી પાકિસ્તાનમાં અસ્વીકાર્ય છે અમે તેમની પાસેથી માફીની માંગ કરી રહ્યા છીએ.

Pakistan-Foragin-Minister-Saudi-Aarab.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *