National

પાકિસ્તાનના વિરોધ પક્ષોના નેતાઓએ ઈમરાનના આરોપને પાયાવિહોણા ગણાવ્યા

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે આક્ષેપ કર્યો હતો કે વરિષ્ઠ અમેરિકી રાજદ્વારી ડોનાલ્ડ લુ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમની સરકારને તોડી પાડવા માટે “વિદેશી ષડયંત્ર”માં સામેલ હતા. નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ ઈમરાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાઓની બેઠકને સંબોધિત કરી હતી. ઈમરાને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક દરમિયાન પણ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા દેશના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. પાકિસ્તાનના વિરોધ પક્ષોના નેતાઓએ ઈમરાનના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા જ્યારે અમેરિકાએ પણ આરોપોને ફગાવી દીધા હતા. ઈમરાને દાવો કર્યો હતો કે લુએ અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત અસદ મજીદને ચેતવણી આપી હતી કે જાે પાકિસ્તાનના વડાપ્રધાન નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવને ટાળશે તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે, દ્ગજીઝ્રની બેઠકમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત અને અમેરિકી અધિકારીઓ વચ્ચેની બેઠક અંગે માહિતી શેર કરવામાં આવી હતી. ઇમરાન ખાને રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવને સફળતાપૂર્વક ટાળ્યા બાદ વિપક્ષના નેતાઓની મજાક ઉડાવી હતી. ઈમરાન પોતાના સાંસદો પર હસી પડ્યા અને કહ્યું કે, “વિપક્ષ હજુ પણ સમજી શક્યું નથી કે આજે શું થયું.” વધુમાં ઈમરાને કહ્યું કે ગયા અઠવાડિયે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક દરમિયાન એક ધમકીભર્યો પત્ર શેર કરવામાં આવ્યો હતો, જે વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાનના રાજદૂતે મોકલ્યો હતો. આ બેઠકમાં સેના પ્રમુખની સાથે અન્ય તમામ સેવાઓના વડાઓએ પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, આ પત્રની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી અને ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે તારણ કાઢવામાં આવ્યું હતું કે આ પત્ર હકીકતમાં ધમકીભર્યો પત્ર હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમેરિકી અધિકારીઓ તેમની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્યોને મળ્યા હતા. ઈમરાન ખાને કહ્યું કે, વિદેશી રાજદૂતોને મળવાનો તેમનો શું અર્થ હતોપ.? અવિશ્વાસની દરખાસ્ત એક વિદેશી કાવતરું હતું.

PM-Pakistan-Imran-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *