National

પાકિસ્તાનમાં પ્રોફેટ મુહમ્મદના વ્યંગચિત્રો મોકલવા પર યુવતીને મૃત્યુદંડની સજા

પાકિસ્તાન
મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ઈશનિંદા અત્યંત સંવેદનશીલ મુદ્દો છે, અને તેને પ્રતિબંધિત કરતા કાયદામાં સંભવિત મૃત્યુદંડની સજામાં થઈ શકે છે જાે કે આ ગુના હેઠળ હજી સુધી કોઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો નથી. પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો ૧૯૮૦માં લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકના શાસનમાં લાગુ કરવામાં આવ્યો હતો. જાે કે આ કાયદા હેઠળ અત્યાર સુધી કોઈને ફાંસી થઈ નથી. રાવલપિંડીની કોર્ટે આ ર્નિણય સંભળાવ્યો છે. યુવતીનું નામ અનિકા આતિક છે. ૨૦૨૦માં તેના મિત્ર ફારૂક હસનાતે તેના પર કેસ કર્યો હતો. પોલીસે અનિકા વિરૂદ્ધ પ્રોફેટ વિષે અપશબ્દો કહેવા, ઇસ્લામનું અપમાન કરવા તેમજ સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. ૨૦૨૦ પહેલા, અનિકા અને ફારૂક એક સમયે સારા મિત્રો હતા. આરોપ છે કે બંને વચ્ચે મતભેદ થયા બાદ અનિકાએ ગુસ્સામાં ફારુકને ઈશનિંદાવાળા મેસેજ મોકલ્યા હતા. ફારુકે અનિકાને મેસેજ ડિલીટ કરવા અને માફી માંગવા કહ્યું, પરંતુ તેએ ના પાડી. આ પછી ફારુકે અનિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે અનિકા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ, શ્રીલંકાના એક વ્યક્તિને ઈશનિંદાના આરોપમાં ટોળાએ મૃત્યુના ઘાટે ઉતારી દીધો હતો. જે બાદમાં ટોળાએ તેની લાશને પણ સળગાવી દીધી હતી. યુવક સિયાલકોટમાં કાપડના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો ૧૯૮૦માં લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકના શાસનમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર, અત્યાર સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનમાં એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ઈશનિંદાની શંકામાં લોકોની હત્યા કરવામાં આવી હોય.પાકિસ્તાનમાં ઈશનિંદા માટે મૃત્યુદંડની સજાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મુસ્લિમ યુવતીને બુધવારે પાકિસ્તાનમાં વ્હોટ્‌સએપ દ્વારા નિંદાત્મક ટેક્સ્ટ મેસેજ અને પ્રોફેટ મુહમ્મદના વ્યંગચિત્રો મોકલવા બદલ દોષી ઠેરવવામાં આવી. જે બાદ રાવલપિંડીની એક અદાલત દ્વારા તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *