National

પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

બર્મિંઘમ
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલમાં પીવી સિંધુએ કેનેડાની મિચેલ લીને હરાવી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. પીવી સિંધુએ ફાઇનલમાં કેનેડાની મિચેલ લેને પ્રથમ સેટમાં ૨૧-૧૫ અને બીજા સેટમાં ૨૧-૧૩ થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં આ ભારતના ખાતામાં ૧૯મો ગોલ્ડ મેડલ છે. ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની સ્ટાર શટલર સિંધુનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. પીવી સિંધુ આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતી ચુકી છે. પરંતુ પ્રથમવાર તે ગોલ્ડ જીતવામાં સફળ રહી છે. પીવી સિંધુએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ તો ગોલ્ડ કોસ્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨મા પીવી સિંધુના ગોલ્ડ મેડલ સાથે ભારતના ગોલ્ડ મેડલોની કુલ સંખ્યા ૧૯ પર પહોંચી ગઈ છે. ભારતે ૧૯ ગોલ્ડ ૧૫ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ સાથે કુલ ૫૬ મેડલ કબજે કર્યા છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *