પાકિસ્તાન
સંગીત જગતની સૌથી મોટી સ્ટાર સ્વરકોકિલા લતા મંગેશકરનું નિધન. તેઓ ૨૯ દિવસથી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા. તેમના નિધનથી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ શોકમાં છે. લતા મંગેશકરના ચાહકો આખા વિશ્વમાં હતા. પાકિસ્તાનીઓ તેમને એટલો જ પ્રેમ કરતા હતા જેટલો તેમને ભારત તરફથી મળતો હતો. આજે લતા મંગેશકરના નિધન પર પાકિસ્તાને પણ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ રવિવારે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું છે અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશેલ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટિ્વટર પર લખ્યું, ‘હવે મહાન વ્યક્તિત્વ નથી. લતા મંગેશકર સંગીતની દુનિયામાં દાયકાઓ સુધી રાજ કરનાર સુરોના રાણી હતા. સંગીતની દુનિયામાં તેમના જેવું કોઈ નહોતું. તેમનો અવાજ આવનાર સમયમાં પણ લોકોના દિલ પર રાજ કરતો રહેશે. ઈંઇૈંઁન્ટ્ઠંટ્ઠસ્ટ્ઠહખ્તીજરાીિ’. લતા મંગેશકરના પાકિસ્તાની ચાહકોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પાકિસ્તાની પત્રકાર આમિર રઝા ખાને લતા મંગેશકરની બાળપણની તસવીરો શેર કરી અને લખ્યું, ‘હાર્ટબ્રેકિંગ, કોણ જાણતું હતું કે આ નાની છોકરી સંગીતની દુનિયાની મહારાણી બનશે. લતાજી તમે અમારા જમાનાના ખરેખર મહાન વ્યક્તિત્વ છો. ઇૈંઁ તમે ભારત, પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં સંગીત પ્રેમીઓના મહારાણી છો.’ પાકિસ્તાનના કામરાન રહેમતે લખ્યું, ‘મધુર અવાજ શાંત થઈ ગયો છે. લતા ફરી નૂરજહાંને મળી.’ અન્ય એક પાકિસ્તાની ચાહકે લખ્યું, ‘લતા મંગેશકર ભારતીય ઉપખંડના સૌથી લોકપ્રિય અને મહાન સંગીતકારોમાંના એક હતા. લતાજી હંમેશા આપણા દિલમાં જીવશે.’ રિઝવાન વસીરે લખ્યું, ‘જાદુઈ અવાજનો યુગ ખતમ થઈ ગયો છે. લતા દીદી તમે અમારા દિલમાં છો. પાકિસ્તાન તરફથી તમને પ્રેમ.’ પાકિસ્તાની ચાહક શકીલ અહેમદે લખ્યું, ‘લેજેન્ડ લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. ભગવાન તેમને આગામી વિશ્વમાં શાંતિ આપે. શાંતિની આશા પ્રેમ.. ભારતપ’.


