National

વિધાનસભામાં ઝારખંડના ઝ્રસ્ હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો, ૪૮ વોટ પક્ષમાં, વિરોધમાં એકપણ નહીં

રાંચી
રાંચીઃ ઝારખંડના સીએમ હેમેંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. વિધાનસભામાં થયેલા વોટિંગ પ્રમાણે હેમંત સોરેનના પક્ષમાં ૪૮ વોટ અને વિપક્ષમાં એકપણ વોટ પડ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, વિશ્વાસ મત પ્રસ્તાવ માટે વોટિંગની શરૂઆત થતા જ ભાજપના સદસ્યોએ વિધાનસભામાંથી વોક આઉટ કર્યું હતું. તો આ તરફ વિધાનસભામાં અધ્યક્ષના આદેશ બાદ વિશ્વાસ મત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સદનમાં તેની પર ચર્ચા પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સીએમ હેમંત સોરેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. હેમંત સોરેને કહ્યુ હતુ કે, ભાજપને માત્ર સત્તા જ જાેઈએ છે, તેને વિકાસથી મતલબ નથી. આ ઉપરાંત ભાજપ લે-વેચ કરે છે, સરકારને અસ્થિર કરવાની કોશિશ કરે છે. વિધાનસભામાં સ્પીકરે વિપક્ષને વિશ્વાસ મત પર ચર્ચા કરવા માટે જણાવ્યુ હતુ. સોમવારે ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સદનની કાર્યવાહી ૧૧.૧૫ વાગ્યે શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી શરૂ થતાં જ હેમંત સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ સ્પીકરે રવિન્દ્ર નાથ મહતોને સત્તા અને વિપક્ષને પોતપોતાની વાત રાખવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ વિપક્ષના વિધાયક નિલકંઠ સિંહ મુંડાએ કહ્યુ હતુ કે, ઝારખંડ પ્રદેશના લોકો જાેઈ રહ્યા છે કે હેમંત સરકાર કેટલી મજબૂત છે. ક્યારેક રાયપુર, ક્યારેક સર્કિટ હાઉસ તો ક્યારેક ખૂંટી લતરાતૂ ડેમ. એક મહિના માટે બે કરોડ રૂપિયાના ખર્ચે વિમાનને ભાડે લીધું હતું, ધારાસભ્ય તો મંત્રી ફરવા જાય છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *